Madhya Gujarat

કાલોલ મઘાસરમાં હીરો મોટર્સ કંપનીના કામદારોને છુટા કરી દેવાતા ધરણાં

કાલોલ, તા.૫
કાલોલ મઘાસર ખાતે આવેલી હીરો મોટર્સ કંપની દ્વારા અચાનક ૫૦ કામદારો ને કારણ વગર છુટા કરી દેતા ૨ દિવસ ધરણાં કર્યા બાદ ન્યાય માટે મહિપતસિંહ ચોહાણ પાસે લવાલ ખાતે પહોંચ્યા.
હીરો મોટર્સ કંપની દ્વારા અચાનક ૫૦ કામદારો ને કારણ વગર છુટા કરી દેતા ૨ દિવસ ધરણાં કર્યા બાદ ન્યાય માટે મહિપતસિંહ ચોહાણ પાસે લવાલ ખાતે પહોંચ્યા. હીરો મોટર્સ કંપની દ્વારા ૫૦ થી ૬૦ કામદારો ને અચાનક છુટા કરી દેતા કામદારો મા ભારે રોષ જોવા મળ્યો હતો ત્યારે કામદારો પાસે થી ગેટ પાસ પણ લઈ લીધા છે તેવો કામદારો દ્વારા દાવો કરવામાં આવ્યો હતો તેમ જે કામદારો છે તે યશ કોન્ટ્રાક્ટ સુશીલ કોન્ટ્રાક્ટ અને સુપ્રીમ કોન્ટ્રાક્ટ ના છે કંપનીએ પોતાના માથેથી આર્થિક બોજ હળવો કરવા કામદારોને છુટા કરી દેતા રોષ ફેલાયો હતો. કંપની દ્વારા મુખ્ય દરવાજા પર પોલીસ ગોઠવી દેવામાં આવી હતી આ તમામ લોકો બેરોજગાર બની ગયા હતા. નોકરી ચાલી જવાથી પરિવારના ભરણપોષણ અને બાળકોના શિક્ષણ પર સંકટ સર્જાયું હતું. જે ૫૦થી૬૦ કામદારો છે તે સતત ૪ થી ૫ વર્ષ થી નોકરી કરતા હતા તમામ કામદારો દ્વારા ૨ દિવસ હીરો મોટર્સ કંપની ના ગેટ પર કામદારો ધરણાં પર બેઠા હતાં કામદારોને નોકરી પર પરત લેવાની માંગણી કરવામાં આવી હતી તેમજ ઉકેલ નહી આવતા તમામ કામદારો મહિપતસિંહ ચોહાણ પાસે લવાલ ખાતે પહોંચ્યા હતા.

Most Popular

To Top