આણંદ : બાલાસિનોરમાં તાજેતરમાં જ હેરિટેજ પોલીસી પોર્ટલ અને વિવિધ પ્રવાસન સુવિધાઓના લોકાર્પણ કાર્યક્રમમાં બાલાસિનોર ગાર્ડન પેલેસ હોટલ અને ગુજરાત ટુરિઝમના એમ.ઓ.યુ થતા બાલાસિનોરમાં હેરિટેજ પ્રવાસનની સુવિધાઓ વધવાની સાથે બાલાસિનોર ભવિષ્યમાં ટુરીઝમ પોઇન્ટ બનશે. વિશ્વ વિખ્યાત ડાયનાસોર પાર્ક બાલાસિનોરથી માત્ર 12 કિલોમીટર દૂર આવેલો છે અને બાલાસિનોર એક ઐતિહાસિક નવાબી રજવાડું હતું. ઐતિહાસિક રજવાડું અને વિશ્વપ્રખ્યાત ડાયનાસોર પાર્કનો સમન્વય આ વિસ્તારમાં થતા બાલાસિનોરમાં પ્રવાસનની વિપુલ શક્યતાઓ જોતા મળે છે. બાલાસિનોરના નવાબ સાહેબ સલાલુદિંન બાબી પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર તાજેતરમાં જ મુખ્ય મંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં ગુજરાત રાજ્યના પ્રવાસન વિભાગ સાથે હેરિટેજ માલિકો સાથે એમઓયુ કરવામાં આવ્યા છે. જેમાં બાલાસિનોર ગાર્ડન પેલેસનો પણ સમાવેશ થાય છે. નવી હેરીટેજ પોલીસી પોર્ટલ હેરિટેજ પ્રવાસન સ્થળ ઉભુ કરવા માટે, સુવિધા અને ડિજીટલ ઇન્ડિયાના કન્સેપ્ટને વેગ આપવા માટે ખૂબ ઉપયોગી બનશે. મુખ્યમંત્રીએ આ એમઓયુથી ગુજરાતમાં હેરિટેજ પ્રવાસન વેગવંતું બનશે અને ગુજરાત વર્લ્ડ ટુરીઝમ ના નકશા પર ફેવરિટ દેસ્ટીનેશન બનશે.તેવો પણ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આ અંગે નવાબ સલાલુદીન બાબીએ જણાવ્યું કે, ગુજરાત પ્રવાસન અને ગાર્ડન પેલેસ હોટલ વચ્ચે એમઓયુ થતાં સપોર્ટ, સબસીડી ,ટ્રેનિંગ ,મેન પાવર માર્કેટિંગ વિગેરે સરળ બનતા બાલાસિનોરને ફાયદો થશે. ગાર્ડન પેલેસનોનો પણ વિકાસ થશે, મ્યુઝિયમ બનશે, વધુ રૂમો બનશે,બેન્કવેટ અને બીજી ટુરીઝમ ફેસીલીટી પણ વધશે જેથી સ્થાનિક વ્યવસાય પણ વધશે અને બાલાસિનોરને ટુરીઝમનો ફાયદો થશે.
બાલાસિનોરમાં હેરિટેજ ટુરિઝમનો વ્યાપ વધ્યો, પેલેસના કરાર કરાયાં
By
Posted on