Charchapatra

હિમેન ધર્મેન્દ્ર કરોડો દર્શકોનાં હૃદયમાં ઉમદા છાપ છોડી ગયા

હિન્દી ફિલ્મ સૃષ્ટિના ધર્મેન્દ્રજીએ આ ફાની દુનિયાને અલવિદા કરી. ધરમ પાજી પોતાની ફિટનેસ બાબતે ખૂબ જ સક્રિય હતા અને જેના કારણે જે તે સમયમાં યુવા વર્ગ તેમની ફિટનેસ જોઈ તેઓ પણ આકર્ષિત થતાં હતાં. આંખોમાં ગુસ્સો અને ડાયલોગ ડિલિવરીથી ભલભલા ખલનાયકો તેઓના અભિનયના કારણે ભયભીત થઈ જતા હતાં. સુપરહિટ ફિલ્મ ફૂલ ઔર પથ્થરમાં મીનાકુમારી સામે શર્ટલેસ થઈ હિન્દી ફિલ્મમાં કોઈ અભિનેતાએ પ્રથમ વખત આ સાહસ કરી દર્શકોની પ્રશંસા મેળવી હતી. રામાનંદ સાગરની લલકાર, આંખે અને ચરસ જેવી ફિલ્મોએ સિલ્વર જ્યુબિલી કરી હતી.

આમ જોવા જઈએ તો મોહમ્મદ રફી સાહેબના ગીતોએ ધર્મેન્દ્રજીની દરેક ફિલ્મોમાં અમર ગીતો ગાયા છે પછી તે યાદો કી બારાત, આકાશદીપ, ધર્મવીર, આયા સાવન ઝૂમકે, સમાધિ, જેવા અનેક સુપરહિટ ફિલ્મોનો સમાવશ થાય છે. સત્યકામ, ચૂપકે ચૂપકે, ગુલામી, શાલીમાર, રઝિયા સુલતાન, બગાવત, રાજપૂત, ધી બર્નિંગ ટ્રેન, જેવી ફિલ્મોએ ટિકિટબારી પર ધમાલ મચાવી મૂકી હતી. એક્શન ફિલ્મોમાં મોટાભાગના ફાઇટ સીન તેઓ જાતે કરતા હતાં. ગુજરાતના પાવાગઢ સ્થિત હાલોલ ખાતે તેઓની જમીન પણ આવેલી છે જ્યાં ધરમ પાજી  ફિલ્મને લગતી કોઈ યોજના માટે વિચારી રહ્યા હતાં. દિલીપકુમારને પોતાનો આદર્શ માનતા હતા. પ્રભુ તેમની પવિત્ર આત્માને પરમ શાંતિ આપે. ૐ શાંતિ. 
વાઘોડિયા રોડ, વડોદરા-  રાજેશ ગોડિયા       – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

અંગ્રેજીની અવદશા
આજકાલ અંગ્રેજી શાળાઓમાં ધોરણ-10 સુધી ફરજીયાત વિષય તરીકે ભણાવવામાં આવે છે. પરંતુ ખાટલે મોટી ખોડ એ છે કે આજે વિદ્યાર્થીઓ વાલી અને શિક્ષકો સુદ્ધાં અંગ્રેજી વિષયનો પરીક્ષા પૂરતો જ અભ્યાસ સમજી બેઠા છે. શાળામાં પણ વિદ્યાર્થીને પરીક્ષાલક્ષી સામગ્રી જ તૈયાર કરાવવામાં આવે છે. જેથી કરીને હાલના 10 પાસ વિદ્યાર્થી અભ્યાસક્રમ પ્રમાણેનું અંગ્રેજી બોલી કે લખી શકતો નથી. જેથી શિક્ષણનો અભ્યાસ બર આવતો નથી તો આ બાબતે વાલીઓ અને વિદ્યાર્થીઓ, શિક્ષકો, આચાર્યો તથા અન્ય શિક્ષણના ધુરંધરો ધ્યાન આપે અને ઘટતા પ્રયત્નો કરે એવી મારી નમ્ર વિનંતી છે.
સુરત      – પટેલ પ્રીતિકુમારી ગુલાબભાઈ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top