Charchapatra

હેલ્મેટ અને સિનિયર સિટીઝન

ઉનાળામાં જો તમે ભરબપોરે માત્ર 15 મિનિટ માટે હેલ્મેટ પહેરીને નીકળો તો માથામાંથી પરસેવાના રેલા નીકળવા માંડે છે. હેલ્મેટ બંને કાન ઉપર એવી સજજડ બેસી જાય છે કે વાહનોનો અવાજ ડાબેથી આવે છે કે જમણી બાજુથી આવે છે તે સમજ પડતી નથી. હેલ્મેટ પહેર્યા પછી આખી દુનિયાનો ભાર આપણે માથે હોય એવું લાગે છે. છ મહિનામાં હેલ્મેટથી  પરસેવો-મેલ-ધૂળ તેમાં ઉમેરાય છે. માથામાં નાંખેલુ તેલ પરિણામરૂપે હેલ્મેટ અંદરથી ગંદકીથી વાસ મારે છે. છતાં હેલ્મેટ એ આપણા માટે જીવનરક્ષકનું એક હથિયાર છે. તેનાથી ઈજા સામે રક્ષણ પૂરું પાડે છે. હેલ્મેટ એ પ્રિમિયમ વગરના વિમાનું કામ કરે છે. પણ મારા જેવા 70 વર્ષ વટાવી ગયેલાની હાલત શું થાય છે? કોઈ કામસર બહાર ખરીદી કરવા ગયા હોઈએ ત્યારે એક હાથમાં થેલી અને બીજા હાથમાં હેલ્મેટ સાથે ચાલવું બહુ કઠિન હોય છે.છતાં કાયદાને માન આપવું એ આપણી ફરજ છે.
સુરત     – મહેશ આઈ. ડોક્ટર– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

ખર્ચાળ લગ્નો અને ઉદાહરણરૂપ અદાણી
એક સમાચાર અન્વયે આપણા દેશમાં વર્ષે 38 લાખ લગ્નો અને 76 લાખ (38×2) માંડવાના પરિણામો દેશના બજારમાં અધધ ગણી શકાય એવા 6 લાખ કરોડ રૂપિયા ઠાલવનાર બનેલ છે જે એક તેજીના કરંટ સમાન બની રહેલ છે. સિક્કાની બીજી બાજુ પર નજર કરીએ તો લગ્નોમાં સૌથી વધુ દેખાદેખીનો શિકાર મધ્યમવર્ગ જ બનતો હોય છે. ‘લાખો લગ્નો’માં મધ્યમ વર્ગના કેટલાય લોકો દેવુ કરી બેસતા હોય છે. મેરેજ માટે લોનની ડીમાન્ડ બે વર્ષમાં 20 ટકા વધેલ છે. દેશમાં લગ્નોનો ખર્ચો 6.7 ટકા વધીને આજે કુલ 35.6 લાખ રૂપિયા પર પહોંચેલ છે.

વર્ષ 2022માં લગ્નનો સરેરાશ ખર્ચ 20 લાખ અને જે વર્ષ 2023માં 25 લાખ અને વર્ષ 2024માં 30 લાખ પર પહોંચેલ છે. દેશના આવા ખર્ચાળ ભવ્ય લગ્નો સામે દેશના અગ્રણી અદાણી ગ્રુપના ચેરમેન શ્રી ગૌતમ અદાણીના નાના પુત્ર શ્રી જીતના લગ્ન સાવ સાદાઈથી અમદાવાદમાં પારંપરિક રીવાજ સાથે કરીને સમાજ માટે વિક્રમ રકમ ગણી શકાય એવા 10000 કરોડ રૂપિયાના દાનની જાહેરાત કરીને સમાજ માટે લગ્નનો ખર્ચો નિવારવા એક માર્ગદર્શક રૂપ ઉદાહરણ બનેલ છે.
અમદાવાદ – પ્રવીણ રાઠોડ        – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top