નવી દિલ્હી : (New Delhi) રક્ષા મંત્રી (Defense Minister ) રાજનાથ સિંહે (Rajnath sinh) તમિલનાડુના કુન્નર હેલિકોપ્ટર દુર્ઘટનામાં (coonoor helicopter crash) CDS જનરલ બિપિન રાવત (CDS Bipin Rawat Death) અને તેમની પત્ની સહિત 13 લોકોના મોત અંગે લોકસભા અને રાજ્યસભામાં માહિતી આપી હતી. આ પહેલીવાર છે જ્યારે સરકાર દ્વારા આ ઘટના અંગે કોઈ માહિતી જાહેરમાં આપવામાં આવી છે. રાજનાથ સિંહે કહ્યું કે આ ઘટના અંગે તપાસના આદેશ આપવામાં આવ્યા છે અને CDSની સાથે તમામ જવાનોના અંતિમ સંસ્કાર સંપૂર્ણ સૈન્ય સન્માન સાથે કરવામાં આવશે. રાજનાથ સિંહે કહ્યું કે આજે સાંજે ભારતીય વાયુસેનાના વિમાન દ્વારા તમામ મૃતદેહોને દિલ્હી લાવવામાં આવશે અને સંપૂર્ણ સન્માન સાથે અંતિમ વિદાય આપવામાં આવશે.
તપાસનું નેતૃત્વ એર માર્શલ માનવેન્દ્ર કરશે.
રક્ષા મંત્રી રાજનાથ સિંહે ગૃહમાં જણાવ્યું કે હેલિકોપ્ટરમાં સવાર 14માંથી 13 લોકોના મોત થયા છે. તેમણે એ પણ જણાવ્યું કે કેવી રીતે બચાવ ટુકડીઓએ બાકીના 13ને બચાવવા માટે શક્ય તમામ પ્રયાસો કર્યા. તેમણે કહ્યું કે ઘટના બાદ ઘાયલોને વેલિંગ્ટન હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. આ ઘટનામાં એકમાત્ર બચી ગયેલા ગ્રુપ કેપ્ટન વરુણ હાલમાં લાઈફ સપોર્ટ સિસ્ટમ પર છે. રાજનાથ સિંહે કહ્યું કે ભારતીય વાયુસેનાએ આ દુર્ઘટના બાદ ત્રિ-સેવા તપાસના આદેશ આપ્યા છે. તપાસ એર માર્શલ માનવેન્દ્ર સિંહ કરશે.
20 મિનિટ પછી હેલિકોપ્ટરનો સંપર્ક તૂટી ગયો
રાજનાથ સિંહે કહ્યું કે જનરલ બિપિન રાવત તેમના પૂર્વનિર્ધારિત સમારોહમાં ભાગ લેવા જઈ રહ્યા હતા. સુલુરથી સવારે 11:48 વાગ્યે ઉપડયા બાદ તે 12:15 વાગ્યે વેલિંગ્ટનમાં ઉતરવાનું હતું, પરંતુ 12:08 વાગ્યે એર ટ્રાફિક કંટ્રોલ સાથેનો સંપર્ક તૂટી ગયો હતો. આ દરમિયાન લોકોએ અવાજ સાંભળીને તરત જ સ્થળ પર પહોંચીને બચાવ કાર્ય શરૂ કર્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર, હેલિકોપ્ટરમાં સવાર 14 લોકોમાંથી 13 લોકોના મોત થયા છે. જેમાં સીડીએસ બિપિન રાવત અને તેમની પત્ની મધુલિકા રાવતનો સમાવેશ થાય છે. જનરલ બિપિન રાવત ડિફેન્સ કોલેજ, વેલિંગ્ટનના વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરવા માટે તેમના નિર્ધારિત કાર્યક્રમમાં હતા.