પૂણેઃ પુણેમાં આજે બુધવારે સવારે એક મોટો અકસ્માત થયો હતો. પુણે નજીક પિંપરી ચિંચવડમાં એક હેલિકોપ્ટર ક્રેશ થયું છે. આ અકસ્માતમાં હેલિકોપ્ટરમાં મુસાફરી કરી રહેલા ત્રણ લોકોના મોત થયા છે. કહેવામાં આવી રહ્યું છે કે પહાડી વિસ્તારમાં ધુમ્મસના કારણે આ અકસ્માત થયો છે. અકસ્માત બાદ તરત જ હેલિકોપ્ટરમાં આગ લાગી હતી, જેમાં હેલિકોપ્ટરમાં સવાર ત્રણેય લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા.
મહારાષ્ટ્રના પૂણેમાં આજે તા. 2 ઓક્ટબરને બુધવારની સવારે એક મોટો અકસ્માત થયો હતો. હેલિકોપ્ટર ઉડતાની સાથે જ ધડાકાભેર જમીન પર પડ્યું હતું. આ ભયંકર દુર્ઘટનામાં ત્રણ લોકોના મોત થયા છે.
મળતી માહિતી મુજબ હેલિકોપ્ટર ઓક્સફોર્ડ ગોલ્ફ કોર્સ પાસે ઉડાન ભરી હતી અને થોડી જ વારમાં અકસ્માતનો ભોગ બન્યો હતો. જે જગ્યાએ આ અકસ્માત થયો છે તે પુણે-બેંગ્લોર હાઈવેથી થોડે દૂર છે. અહીં એક ટેકરી પર ઓક્સફોર્ડ કાઉન્ટી રિસોર્ટ છે. આ હેલિકોપ્ટર આજે સવારે અહીંના હેલિપેડ પરથી ટેકઓફ થયું હતું અને થોડા સમય બાદ આ અકસ્માત થયો હતો. પહાડી વિસ્તારમાં ધુમ્મસ અકસ્માતનું કારણ હોવાનું માનવામાં આવે છે. ધુમ્મસના કારણે હેલિકોપ્ટર ક્રેશ થયું અને જમીન પર પડ્યું. આ પછી તેમાં આગ લાગી અને સળગવા લાગી.
આ દુર્ઘટનામાં 2 પાયલોટ અને એક એન્જિનિયર સહિત 3 લોકોના મોતના સમાચાર સામે આવ્યા છે. ફાયર બ્રિગેડની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. અધિકારીઓએ જણાવ્યું કે આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે. આ પહેલા 24 ઓગસ્ટના રોજ પુણેમાં એક ખાનગી કંપનીનું હેલિકોપ્ટર ક્રેશ થતા અકસ્માત થયો હતો. ચાર લોકો ઘાયલ થયા હોવાની માહિતી બહાર આવી છે. હેલિકોપ્ટર જુહુ (મુંબઈ)થી હૈદરાબાદ તરફ ઉડી રહ્યું હતું
જોકે, DGCAના નિવેદનમાં એવું કહેવામાં આવ્યું છે કે હેરિટેજ એવિએશનનું અગસ્તા 109 હેલિકોપ્ટર VT-EVV રજીસ્ટ્રેશન ઓક્સફોર્ડ હેલિપેડ (પુણે)થી લગભગ 20 NMના અંતરે ક્રેશ થયું છે. બોર્ડમાં બે પાઈલટ અને એક એએમઈ હતા, જ્યારે કોઈ મુસાફરો નહોતા. પ્રારંભિક અહેવાલો સૂચવે છે કે વિમાનમાં સવાર ત્રણેય ક્રૂ સભ્યોને જીવલેણ ઈજાઓ થઈ છે. પાયલોટ કેપ્ટન પિલ્લઈ અને કેપ્ટન પરમજીત હતા. આ પ્રાથમિક વિગતો છે અને વિગતોની વધુ પુષ્ટિ કરવામાં આવી રહી છે.