નવી દિલ્હી: લોકસભા ચૂંટણી (Lok Sabha Elections) દરમિયાન ઉદ્ધવ જુથના સ્ટાર પ્રચારકના (Star preacher) માથેથી મોટી ઘાત ટળી હતી. અસલમાં શિવસેના (UBT)ના નેતા સુષ્મા અંધારે જે હેલિકોપ્ટરમાં મુસાફરી કરવાના હતા તે હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. આ ઘટના રાયગઢ જિલ્લાના મહાડમાં બની હતી. સુષ્મા અંદારે પ્રચાર માટે મહાડથી બારામતી જવાના હતા. પરંતુ તેઓ હેલિકોપ્ટરમાં બેસે તે પહેલા જ હેલિકોપ્ટર ક્રેશ થઈ ગયું હતું.
હેલિકોપ્ટર દુર્ઘટનાનો આ વીડિયો લાઈવ રેકોર્ડ કરવામાં આવ્યો હતો અને અંધારેના ફેસબુક પેજ પર શેર કરવામાં આવ્યો હતો. જો કે સદભાગ્યે આ ઘટનામાં કોઈને નુકસાન થયું નથી, તેમજ હેલિકોપ્ટર પાઈલટ પણ સુરક્ષિત હોવાનું કહેવાય રહ્યું છે. પરંતુ પાયલટને ઇજા થઇ હોય એમ જણઅઇ રહ્યું છે. વાસ્તવમાં સુષ્મા અંધારે બારામતી પ્રચાર માટે જવાના હતા.
આ ઘટના શુક્રવારે સવારે 9.30 વાગ્યાની આસપાસ બની હતી. સુષ્માએ જણાવ્યું કે ચૂંટણી સભાને સંબોધવા માટે તેમને બારામતી જવાનું હતું. હું કારમાં હેલિપેડ પર પહોંચી. મેં જોયું કે હેલિકોપ્ટર આકાશમાં 2-3 રાઉન્ડ લીધા. આ પછી તે લેન્ડિંગ વખતે ક્રેશ થયું હતું. તેમણે જણાવ્યું કે હેલિકોપ્ટરનો પાયલટ ઘાયલ થયો છે.
સુષ્મા અંધારે બારામતી જવાના હતા
પ્રાપ્ત વિગતો મુજબ હેલિકોપ્ટર લેન્ડિંગ વખતે ક્રેશ થયું હતું. લેન્ડિંગ દરમિયાન હેલિકોપ્ટર પોતાનું સંતુલન ગુમાવી બેઠુ હતું અને જમીન પર પટકાયું હતું. જો કે સદનસીબે આ ઘટનામાં પાયલોટ સુરક્ષિત છે. તેમજ હેલિકોપ્ટર ક્રેશનો વીડિયો પણ લાઈવ રેકોર્ડ કરવામાં આવ્યો હતો અને સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો હતો.
આ ઉપરાંત સુષ્મા અંધારેએ પોતે તેમના ફેસબુક પેજ પર હેલિકોપ્ટર ક્રેશનો વીડિયો લાઈવ શેર કર્યો હતો. સુષ્મા અંધારેની રેલી ગુરુવારે મહાડમાં હતી. જો કે, મોડી રાત થઈ ગઈ હોવાથી, તેણી મહાડમાં જ રોકાઈ હતી અને શુક્રવારે ચૂંટણી રેલી કરવા માટે અમરાવતી જવાનું હતું.
પાયલોટનો જીવ બચ્યો
અંધારે દ્વારા શેર કરવામાં આવેલા વીડિયો અનુસાર, હેલિકોપ્ટર લેન્ડ કરવાનો પ્રયાસ કરી રહ્યું હતું ત્યારે આ દુર્ઘટના થઈ હતી. આ દરમિયાન હેલિકોપ્ટરે તેનું સંતુલન ગુમાવ્યું હતું અને અચાનક લથડી પડ્યું હતું. અધિકારીઓએ શુક્રવારે જણાવ્યું હતું કે ક્રેશ થયેલું હેલિકોપ્ટર એક ખાનગી હેલિકોપ્ટર હતું જે શિવસેનાના નેતા સુષ્મા અંધારેને લેવા માટે આવ્યું હતું. હેલિકોપ્ટર લેન્ડિંગ દરમિયાન અચાનક ક્રેશ થયું હતું. અકસ્માત સમયે હેલિકોપ્ટરનો પાયલોટ હેલિકોપ્ટરમાંથી કૂદવામાં સફળ રહ્યો હતો અને તેનો જીવ બચી ગયો હતો.