Madhya Gujarat

દેવગઢ બારીયા મધ્યથી પસાર થતા મુખ્ય માર્ગ પર ભારે વાહનોના કારણે ચક્કાજામ

દે.બારીયા: દેવગઢ બારીયા થી છોટાઉદેપુર વિસ્તારમાં આવેલ નદીઓ પર રેતીનો વિપુલ પ્રમાણમાં જથ્થો મળી આવે છે. દાહોદ , ગોધરા અને મહીસાગર જિલ્લા સહિત રાજસ્થાન સુધી આ રેતીની ખૂબ માંગ રહેલી છે. તેની પૂર્તતા કરવા વાહન ચાલકોને દેવગઢ બારીયા માંથી પસાર થવું પડતું હોય છે.જેના કારણે ઓવરલોડ રેતી ભરી રોજબરોજના દેવગઢબારિયા નગરમાંથી અસંખ્ય વાહનો પસાર થાય છે.

આ ભારે વાહનોના કારણે દેવગઢબારિયા નગરમાં દિવસભર ઠેર ઠેર ટ્રાફિક જામ ના દ્રશ્યો સર્જાય છે. જેના કારણે રસ્તાની બાજુના વેપારીઓ, નાના વાહનો અને રાહદારીઓને ભારે તકલીફોનો સામનો કરવાનો વારો આવે છે. સવારમાં તેમજ બપોરના સમયે જ્યારે શાળાઓ ચાલુ થાય અને શાળાઓ છૂટવાનો સમય હોય છે તેવા સમયે નાના બાળકોને અવરજવર કરવામાં પણ ઘણી મુશ્કેલીઓ સહન કરવા પડતી હોય છે.

શાળાનાં બાળકોન રસ્તો ઓળંગવા માટે પણ ઘણી રાહ જોવા પડતી હોય છે. તયારે આ સમયે તંત્ર દ્વારા કોઇ જરુરી પગલાં ભરી ટ્રાફિક ની સમસ્યાનું નિરાકરણ લાવે અથવા શાળા સમયે ભારે વાહનો માટે કોઇ વિકલ્પ વિચારે અને ટ્રાફિક ની સમસ્યા ને હળવી કરે તો શાળાનાં નાના બાળકોને અવર જવર કરવામા સરળતા રહે તેમ છે.ભૂતકાળમાં પણ કેટલીય વખત આ ઓવરલોડ રેતી ભરેલા વાહનો વિરોધ સમાચાર બનાવવામાં આવ્યા હોવા છતાં તંત્ર દ્વારા કોઇ જ પગલાં લેવામાં આવતા નથી, જાણે કે તંત્ર આંખ આડા કાન કરી વાહનોને બે રોકટોક અવરજવર થતા જોઈ રહેલું હોય તેમ જણાઈ રહ્યું છે. તંત્રને ક્યારે આંખ ઉઘડશે અને આ ઓવરલોડ વાહનો પ્રત્યે કડક વલણ અપનાવશે તેવી દેવગઢબારિયા નગરના લોકો રાહ જોઈ રહ્યા છે. તંત્ર દ્વારા આ ઓવરલોડ વાહનો સામે કડક પગલાં ભરાય તેવી લોક ચર્ચાઓ થતા પણ જોવા મળી રહી છે.

Most Popular

To Top