Gujarat

ફરી ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, આ શહેરો માટે ઓરેન્જ એલર્ટ જાહેર

ગાંધીનગર : અરબ સાગર પરથી એક વિશાળ લો પ્રેશર અથવા તો ચક્રવાતી હવાના દબાણની સિસ્ટમ ગુજરાત તરફ આવી રહી છે, જેની અસર હેઠળ આાગમી તારીખ 6ઠ્ઠી જુલાઈ સુધી હળવાથી ભારે વરસાદની ચેતવણી હવામાન વિભાગ દ્વારા જાહેર કરી દેવામાં આવી છે. ગુજરાત લઈને છેક બંગાળ સુધી એક ચોમાસુ ટ્રફ સક્રિય છે. ગુજરાત ઉપર રાજસ્થાનમાં પણ લો પ્રેશર સિસ્ટમ સક્રિય છે. જેની અસર હેઠળ ગુજરાતમાં ભારે વરસાદ આવી શકે છે.

SEOCના સૂત્રોના જણાવ્યા અનુસાર , રાજયમાં ગઈકાલે 33 જિલ્લાના 232 જેટલા તાલુકાઓમા સાર્વત્રિક હળવાથી ભારે વરસાદ થયો હતો. જેમાં જાબુંઘોડામાં અઢી ઈંચ કરતાં વધારે વરસાદ થયો હતો.

બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, અમદાવાદ અને દાહોદમાં ભારેથી અતિ ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરાયું છે. જયારે તારીખ 3 અને 4થી જુલાઈના રોજ નવસારી, વલસાડ , દમણ – દાદરા નગર હવેલી, સાબરકાંઠા, અરવલ્લી, સુરત, નવસારી, વલસાડ અને દાદરા નગર હવેલી ખાતે અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરાયુ છે. ગઈકાલે રવિવારે રાજયમાં સાંજે છ વાગ્યા સુધીમાં ઉત્તર ગુજરાતમાં મહેસાણાના કડીમાં 4 ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો.

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC)ના સત્તાવાર સૂત્રોએ કહ્યું હતું કે રાજયમાં રવિવારે સાંજે છ વાગ્યા સુધીમાં સરેરાશ 160 તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ થયો હતો. રાજયમાં છેલ્લા 13 વર્ષના વરસાદના આંકડાઓ જોતા ફક્ત જૂન માસમાં સરેરાશ 4 ઈંચ જેટલો વરસાદ થયો છે. જો કે આ વખતે 2025-ના ચોમાસામાં 10 ઈંચ જેટલો વરસાદ થઈ ચૂકયો છે.

સરદાર સરોવર ડેમ 49.09 ટકા ભરાયો
સરદાર સરોવર નર્મદા ડેમમાં જળ સંગ્રહ 49.09 ટકા જેટલો છે. જેમાં પાણીની આવક 33026.00 કયૂસેક છે, જયારે પાણીની જાવક 36036.00 કયૂસેક છે. રાજયમાં અમરેલી, ભાવનગર , બોટાદ, દાહોદ , જામનગર , કચ્છ અને સુરેન્દ્રનગર અને તાપીના 13 ડેમ 100 ટકા છલોછલ ભરાઈ ગયા છે. 19 ડેમ માટે હાઈ એલર્ટની ચેતવણી ઈશ્યુ કરાઈ છે. જયારે 13 ડેમ એલર્ટ પર છે. 10 જિલ્લાઓમાં 3703 લોકોનું સ્થળાંતર કરાયુ છે. જયારે 9 જિલ્લાઓમાં પૂરના પાણીમાંથી 676 લોકનું રેકસ્યૂ કરાયું છે.

Most Popular

To Top