આ વખતે વરસાદે પહાડી રાજ્યોમાં ભારે તારાજી સર્જી છે જ્યારે રાજસ્થાન સહિત અનેક રાજ્યોમાં પૂર જેવી સ્થિતિ પણ જોવા મળી છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ પશ્ચિમ બંગાળ, નાગાલેન્ડ, મિઝોરમ અને ત્રિપુરા સહિત દેશના ઘણા રાજ્યોમાં આગામી થોડા દિવસો માટે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. IMD અનુસાર બિહાર, છત્તીસગઢ અને દક્ષિણ ભારતના ઘણા ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઉત્તર પ્રદેશ અને બિહાર પણ એલર્ટ પર છે. આગામી પાંચથી સાત દિવસ સતત ભારે વરસાદની આગાહી છે.
આ સાથે હવામાન વિભાગે રાજસ્થાન, જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, મધ્યપ્રદેશ, ગુજરાત અને મહારાષ્ટ્રમાં આગામી ચાર દિવસમાં કેટલાક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. આ સિવાય પંજાબ, હરિયાણા, દિલ્હી-એનસીઆર અને ચંદીગઢમાં કેટલીક જગ્યાએ છૂટોછવાયો વરસાદ પડી શકે છે. વિભાગના જણાવ્યા અનુસાર હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં 20 ઓગસ્ટ સુધી વ્યાપક પ્રમાણમાં હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે. જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, ઉત્તર પ્રદેશ અને પૂર્વ રાજસ્થાનમાં છૂટાછવાયાથી વ્યાપક વરસાદની શક્યતા છે.
હવામાન વિભાગે પશ્ચિમ બંગાળ, નાગાલેન્ડ, મિઝોરમ, ત્રિપુરા માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. આ રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના છે. બિહાર, છત્તીસગઢ અને દક્ષિણ દ્વીપકલ્પ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. આગામી થોડા દિવસોમાં ઉત્તર પ્રદેશ અને ઉત્તર પશ્ચિમી રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના છે. દિલ્હી-NCRમાં હળવો વરસાદ પડી શકે છે. આવતીકાલે દિલ્હીમાં વરસાદ થવાની સંભાવના છે. આ પછી હળવો વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે કહ્યું કે ઉત્તર બંગાળની ખાડી અને આસપાસના વિસ્તારોમાં નીચા દબાણનું ક્ષેત્ર બની રહ્યું છે અને તે ધીમે ધીમે બાંગ્લાદેશ અને પશ્ચિમ બંગાળ તરફ આગળ વધી રહ્યું છે.