ગાંધીનગર : ગુજરાતને ભરપૂર વરસાદ આપે તે માટે અત્યાર સુધી બંગાળની ખાડીમાં કોઈ મજબૂત સિસ્ટમ બનતી ન હતી પણ આકૃતિ માં જોઈ શકાય છે કે બંગાળની ખાડીમાં 14 જુલાઇના રોજ બનેલુ એક લો પ્રેશર ધીમે ધીમે વધુને વધુ મજબૂત થઈ ને મધ્યપ્રદેશ થઈ ને ગુજરાત તરફ આગળ વધતુ જાય છે તેમ તેમ ચોમાસાની ધરી ઉત્તરથી નીચે દક્ષિણ દિશા તરફ – ગુજરાત તરફ ખસતી જાય છે જેથી હવે ઉત્તર ભારત તથા પહાડોમાં વરસાદ ઘટતો જશે અને ચોમાસુ ધરીના નીચેના રાજ્યોમાં એટલે કે મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, દક્ષિણ ભારત તથા ગુજરાતમાં તા.15 તારીખની રાત્રી કે 16 જૂલાઈ ની સવારથી ધીમે ધીમે વરસાદનુ જોર વધતુ જશે અને આ લો પ્રેશર ને લીધે તા.16 થી 21માં દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્રના દરિયાઈ પટ્ટીના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ થવાની અને મધ્ય ગુજરાત તથા ઉત્તર સૌરાષ્ટ્ર તથા કચ્છમાં પણ ભારે વરસાદ પડવાની શક્યતા છે. ઉત્તર ગુજરાત માં પણ જોરદાર વરસાદ પડી શકે છે.
ખગોળિય ઘટનાઓના અભ્યાસું તથા અમરેલીના લીલીયા મોટાના વતની જયપ્રકાશ માઢકે કહ્યું હતું કે, આગામી સપ્તાહમાં ભારે વરસાદ પડશે એટલુ જ નહિ લોકોએ સાવધાન રહેવુ પડે એટલો બધો વરસાદ થવાની સંભાવના છે કારણકે અરબી સમુદ્ર માં પણ ગુજરાત કોસ્ટ ઉપર એક સીસ્ટમ ઊભી થઈ છે, જે બંગાળની ખાડીમાં ઊભી થયેલી સ્ટ્રોંગ સિસ્ટમને મદદ કરશે તથા અન્ય વધારાની સીસ્ટમો પણ છે. તા. 21 પછી મોન્સૂન ટ્રફ લાઈન ફરી ઉત્તર તરફ ખસવા લાગશે, જે 25 જૂલાઈ સુધી ઉત્તર તરફ ખસીને ફરી નીચે તરફ એટલેકે ગુજરાત તરફ ખસશે અને બીજુ એક લો પ્રેશર કે જે બંગાળની ખાડી માં 25 જૂલાઈ એ ઉદ્ભવવાની શક્યતા છે,જેના ગુજરાત તરફ આવવાને લીધે ફરી એક વખત 26 થી 30 જૂલાઈ વચ્ચે ગુજરાત તથા મોન્સૂન ટ્રફ લાઈનની નીચેના રાજ્યોમાં વરસાદ આવવાની શક્યતા રહેલી છે.
16 જૂલાઈ થી પુષ્ય નક્ષત્ર(પખ) બેસશે.વખ(પુનર્વસુ )વરસી એટલે પખ વરસે જ કેમકે વખ અને પખ વાદીલા કોદીલા નક્ષત્રો મનાય છે. પખનુ વાહન ષણ દેડકો છે એટલે આ નક્ષત્ર પણ વરસવાનુ. 2 ઓગષ્ટ સુધી પુષ્ય નક્ષત્ર રહેશે અને આ નક્ષત્રનુ પાણી મીઠુ અને ખેતી માટે અમૃત સમાન ગણાય છે.