ઉત્તર પ્રદેશ: બોલિવુડ સ્ટાર શાહરૂખ ખાનની (Shahrukh Khan) ફિલ્મ પઠાણ (Pathaan) દેશભરમાં ધૂમ મચાવી રહી છે. વિવાદો બાદ પણ પઠાણના શો હિટ થઈી રહ્યાછે પરંતુ આ સાથે જ કેટલીક જગ્યાએ શો હાઉસફૂલ હોવાના કારણે અથવા તો થિયેટરોમાં ખાણી-પીણીના કારણે દર્શકોના ઝઘડાઓ સામે આવી રહ્યા છે. કોટા બાદ હવે ઉત્તર પ્રદેશમાં (Uttar Pradesh) થિયેટરમાં કોલ્ડ ડ્રીંકના કારણે બે દર્શકો વચ્ચે ઝઘડો થયો હતો અને આ ઝઘડાઓ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ત્યાર બાદ આ ઘટનાનો વિડીયો વાયરલ થતો પોલીસે બંને દર્શકની ધરપકડ કરી હતી.
અમરોહાના માધૌ સિનેપ્લેક્સમાં શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણ જોવા આવેલા દર્શકો એકબીજા સાથે ઝઘડી પડ્યા અને તેમની વચ્ચે ઉગ્ર લડાઈ થઈ હતી. ડંડા અને લાત-મુક્કા સાથે દર્શકોએ મારામારી કરી હતી. આ ફઇટિંગનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. કહેવામાં આવી રહ્યું છે કે ફિલ્મ જોવા આવેલા દર્શકો વચ્ચે ઠંડા પીણાને લઈને વિવાદ થયો હતો. હાલ પોલીસે ફાઇટિંગ કરી રહેલા લોકોની ધરપકડ કરી લીધી છે. જ્યારે સિનેપ્લેક્સના કર્મચારીઓ 4 લોકોની ધરપકડ કરી હોવાનો દાવો કરી રહ્યા છે.
આ મામલો અમરોહા નગર કોતવાલી વિસ્તારના આઝાદપુર રોડનો છે. જ્યાં માધૌ સિનેમા હોલમાં ‘પઠાણ’ ફિલ્મ જોવા આવેલા દર્શકો એકબીજા સાથે ઉગ્ર વિવાદ બાદ વિવાદ વધ્યો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે ગુરુવારે દિવસના છેલ્લા શોમાં ફિલ્મ જોવા માટે ભીડ આવી હતી. સુરક્ષાની દૃષ્ટિએ કોઈ યોગ્ય વ્યવસ્થા નહોતી. ટીકીટ લઈને પ્રેક્ષકો થિયેટરની અંદર ગયા, પરંતુ બાદમાં જાણવા મળ્યું કે પ્રેક્ષકોના બે પક્ષો કોલ્ડ ડ્રીંકને લઈને એકબીજા સાથે બોલચાલ શરૂ થઈ હતી અને જોત જોતામાં દ્રશ્ય ભયાનક બની ગયું હતું.
માધૌ સિનેપ્લેક્સના મેનેજર અબ્દુલ હૈએ જણાવ્યું કે, ગઈકાલે રાત્રે કોલ્ડ ડ્રીંક ખતમ થઈ ગયા હતા. ત્યારે બે લોકોને ખરીદવામાં કોલ્ડ ડ્રીંક માટે વાતવાતમાં ઉતરી પડ્યા હતા. આ બાબતે બંને પક્ષો વચ્ચે બોલાચાલી અને ત્યાર બાદ મારામારી થઈ ગઈ હતી. ત્યા બાદ બંને વચ્ચે ગાળો બોલી મારપીટ શરૂ થઈ હતી. સૈયદપુર અને અમરોહાના દર્શકો એકબીજા સાથે મારામારી કરી હતી, જેનો એક વીડિયો મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. હાલ પોલીસે બંનેની ધરપકડ કરી લીધી છે. જ્યારે સિનેપ્લેક્સના કર્મચારીઓ ચાર લોકોની ધરપકડ કરી હોવાનો દાવો કરી રહ્યા છે.
સીઓ સિટી વિજય કુમાર રાણાએ જણાવ્યું કે પોલીસ સ્ટેશન વિસ્તારમાં માધૌ ટોકીઝ પર ફિલ્મ ‘પઠાણ’ના શો ચાલી રહ્યા છે. ત્યારે વિવાદનો એક વીડિયો વાયરલ થયો હતો. તપાસમાં સામે આવ્યું છે કે છેલ્લો શો ગુરુવારે રાત્રે સમાપ્ત થયો હતો, જ્યારે એક જ સંપ્રદાયના બે પક્ષો વચ્ચે કોલ્ડ ડ્રીંકને લઈને ઝઘડો થયો હતો. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને 2 છોકરાઓની ધરપકડ કરી છે. કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.