બેંગ્લુરુ: જ્યારે પણ કોઈનું મૃત્યુ (Death) થાય છે ત્યારે લોકો કહે છે કે તે વ્યક્તિ સ્વર્ગમાં (Heaven) ગયો છે. માન્યતા છે કે માણસ મૃત્યુ પછી સ્વર્ગ જાય છે. પરંતુ જો તમે મરતા પહેલા સ્વર્ગના દરવાજાને જોઈ શકો તો તમે શું કરશો? બેંગલુરુમાં (Bengaluru) હાલ ‘સ્વર્ગના પ્રવેશદ્વાર’ વિશે ખૂબ ચર્ચા થઈ રહી છે. આ પ્રવેશદ્વારનો નજારો બેંગ્લોરના આકારમાં જોવા મળ્યો છે. એક વીડિયો (Video) સોશિયલ મીડિયા (Social Media) પર વાઈરલ થઈ રહ્યો છે જો કે આ વીડિયો અંગે કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી.
શું છે સમગ્ર મામલો?
બેંગ્લોરના આકાશમાં એક દરવાજા જેવો આકાર જોવા મળ્યો હતો જેનો લોકોએ વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. લોકો આ આકૃતિને સ્વર્ગનો દરવાજો કહી રહ્યાં છે. ધીરે ધીરે આ વીડિયો સોશિયલ મીડિયા પર વધુ વાયરલ થઈ રહ્યો છે.
આ વીડિયોને શેર કરતાં એક ટ્વિટર યુઝરે લખ્યું, ‘હેબ્બલ ફ્લાયઓવર પાસે ગઈકાલે રાત્રે બેંગલુરુના આકાશમાં એક રહસ્યમય પડછાયો (વસ્તુ) જોવા મળ્યો હતો. બીજા કોઈએ જોયું છે? તે કદાચ શું હોઈ શકે? ઇમારતનો પડછાયો? જો એમ હોય તો તેની પાછળનું વિજ્ઞાન શું હોઈ શકે?’ વાયરલ વીડિયોમાં લોકો આ પડછાયાને સ્વર્ગનો દરવાજો કહી રહ્યા છે. જો કે આ આકારનો નજારો કયા કારણોસર આકાશમાં જોવા મળ્યો તે અંગેની પુષ્ટિ હાલ કરવામાં આવી નથી. પણ લોકો આ આકારને સ્વર્ગનો દરવાજો હોય તેવું કહી રહ્યાં છે.