હ્રદય રોગોનું (Heart Problmes) મુખ્ય કારણ સ્નાયુઓ, વાલ્વ, ધબકારા, કાર્ડિયોમાયોપેથી છે. કેટલાક ગંભીર કિસ્સાઓમાં રુધિરવાહિનીઓ અસરગ્રસ્ત થાય છે, ધમનીઓ સખત બને છે અને હાર્ટ અટેક આવે છે. અનિયમિત દિનચર્યા, વધુ પડતા જંકફૂડ, તેલવાળા ભોજનનું સેવન, વધારે પ્રમાણમાં ધૂમ્રપાન કરવું આ બધા હૃદયરોગના મુખ્ય કારણો માનવામાં આવે છે, પરંતુ આ સિવાય અન્ય કારણો છે જેનાથી હાર્ટ અટેક આવે છે, જેના વિશે ખૂબ ઓછા લોકો જાગૃત છે. કાર, વિમાન અને ટ્રેન – લગભગ 50 ડેસિબલ કે તેથી વધુ ઊંચા અવાજથી આરોગ્ય પર ખરાબ અસર પડે છે. 50 ડેસિબલ કે તેથી વધુ ઊંચા અવાજથી બ્લડ પ્રેશર (Blood Pressure) વધે છે, જેના કારણે હાર્ટ ફેલ (Heart Fail) થઇ શકે છે. હૃદય રોગ અને સ્ટ્રોકની સંભાવના દર 10 ડેસિબલ્સ વધવાની સાથે વધે છે. આ વસ્તુઓ જણાવે છે કે તમારું શરીર તાણ પર કેવી પ્રતિક્રિયા આપે છે.
આધાશીશીની (migraine) સમસ્યામાં સ્ટ્રોક, છાતીમાં દુખાવો અને હાર્ટ એટેકની સંભાવના વધારે છે. જો તમારા ઘરના કોઈને હૃદય રોગ છે, તો તે આનુવંશિક રીતે તમારી અંદર પણ આવી શકે છે. જો તમને હૃદયરોગ અને આધાશીશી બંને સમસ્યા સાથે છે, તો તમારે “ટ્રિપટેન” ન લેવી જોઈએ, જે આધાશીશીમાં લેવાયેલી દવા છે, કારણ કે તેનાથી રક્ત વાહિનીઓ સંકુચિત થાય છે.
જણાવી દઇએ કે જો લોકોની લંબાઇ સામાન્ય લંબાઈ કરતા 2.5 ઇંચ ઓછી હોય તેમને હૃદય રોગની સંભાવનાછે. ઓછી લંબાઇવાળા લોકોમાં કોલેસ્ટરોલ અને ટ્રાઇગ્લાઇસેરાઇડનું પ્રમાણ વધારે હોય છે. આ સિવાય એકલતા એ ઓછા મિત્રો બનવું અથવા તમારા સંબંધોથી નાખુશ રહેવું પણ હૃદય રોગ અને સ્ટ્રોકનું જોખમ વધારે છે. એકલતા (loneliness)- હ્રદય રોગનું સૌથી મોટું કારણ છે. એકલતા તાણ, ચિંતા અને હાઇ બ્લડ પ્રેશરને નોંતરે છે, જેના લીધે હ્રદય રોગના હુમલાની શક્યતા વધે છે.
2018 ના અભ્યાસ મુજબ શરદી-ખાંસી થયાના એક અઠવાડિયા પછી લોકોમાં હાર્ટ એટેકની સંભાવના છ ગણી વધી જાય છે. આનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી, પરંતુ નિષ્ણાતો કહે છે કે ચેપ સામેની લડત દરમિયાન લોહી ચીકણું થઈ જાય છે અને ગંઠાઈ જવાનું શરૂ થાય છે. આને કારણે હ્રદયમાં બળતરા શરૂ થાય છે અને હાર્ટ એટેક આવે છે. દાંતોમાં સડો હોવાથી પણ હાર્ટ અટેક આવી શકે છે. કારણ મોંના બેક્ટેરિયા લોહીમાં ભળે છે. અને તે સોજો વધારે છે. નિષ્ણાતો કહે છે કે દર અઠવાડિયે જે લોકો 35-40 કલાક કરતા વધુ કામ કરે છે તેમની સરખામણીમાં ઓછામાં ઓછું 55 કલાક કામ કરતા લોકોમાં પાર્ટ અટેકનું પ્રમાણ વધુ છે. આનાં ઘણાં કારણો છે, જેમ કે કામનું તાણ લેવું અને લાંબા સમય સુધી બેસવું. જો તમે મોડી રાત સુધી કામ કરો છો અને પોતાને શારીરિક રીતે ફીટ નથી અનુભવતા તો ચોક્કસપણે ડૉક્ટરનો સંપર્ક કરો.