નવી દિલ્હીઃ લીકર પોલિસીના કેસમાં આજે તા. 17 જુલાઈના રોજ દિલ્હી હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી. સુનાવણી દરમિયાન કેજરીવાલના વકીલે દલીલ કરતાં કહ્યું કે, સુપ્રીમ કોર્ટે થોડા દિવસ પહેલાં ઈડીના કેસમાં અરવિંદ કેજરીવાલને વચગાળાના જામીન આપ્યા હતા. આજે કેજરીવાલ જેલમાંથી બહાર હોતે, પરંતુ સીબીઆઈએ ઈન્સ્યોરેન્ટ એરેસ્ટ કરી લીધા.
સીબીઆઈ તરફથી સ્પેશ્યિલ પબ્લિક પ્રોક્સિક્યુટર ડી.પી. સિંહે પોતાની દલીલમાં કહ્યું કે તપાસ એજન્સી હોવાના લીધે અમારી પાસે અધિકાર છે. અમે એ અધિકાર ધરાવીએ છીએ કે ક્યારે કયા આરોપી વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરવાની છે. કેજરીવાલ માટે આજનો દિવસ ખૂબ ખાસ છે. મોહરમની રજાના દિવસે સ્પેશ્યિલ સુનાવણી હાથ ધરવામાં આવી છે.
દરમિયાન કોર્ટે સીબીઆઈના વકીલને પૂછ્યું, બચાવ પક્ષની દલીલ છે કે જે પુરાવાના આધાર પર કેજરીવાલની ધરપકડના દાવા કરવામાં આવી રહ્યાં છે તે તો માર્ચમાં પણ હતા. તો તે સમયે ધરપકડ કેમ કરવામાં આવી નહીં? જુન સુધી રાહ કેમ જોવામાં આવી?
કેજરીવાલના વકીલે કહ્યું, કેજરીવાલનું બ્લ્ડ સુગર 5 વખત ઓછું થયું
સુનાવણી દરમિયાન અરવિંદ કેજરીવાલના વકીલ અભિષેક મનુ સિંઘવીએ દલીલ કરતા કહ્યું કે સીબીઆઈ દ્વારા કેજરીવાલની કરાયેલી ધરપકડને ઈન્સ્યોરન્સ એરેસ્ટ તરીકે જોઈ શકાય છે. જ્યારે એવા સંજોગો ઉભા થયા કે કેજરીવાલ જેલમાંથી મુક્ત થશે ત્યારે સીબીઆઈએ તેમની ધરપકડ કરી. પાછલા દિવસોમાં સુપ્રીમ કોર્ટે ઈડીના કેસમાં કેજરીવાલને વચગાળાના જામીન આપ્યા હતા. ત્યારે જ સીબીઆઈએ ઈન્સ્યોરન્સ એરેસ્ટ કર્યા.
પોતાની દલીલ સમાપ્ત કરતા સિંઘવીએ કહ્યું કે, અરવિંદ કેજરીવાલનું બ્લ્ડ સુગર 5 વખત 50થી નીચે ઉતરી ચૂક્યું છે. હું પુછું છું શું કેજરીવાલ સમાજ માટે ખતરા છે? આ કેસમાં જ્યારે અન્ય આરોપીઓને જામીન મળી રહ્યાં છે ત્યારે તેમને કેમ મળી રહ્યાં નથી?