વડોદરા : વડોદરા મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં વિદ્યાર્થીઓને હાલ પ્રવેશોત્સવનો કાર્યક્રમ ચાલે છે જેમાં વડોદરા શહેરની અલગ અલગ નગર પ્રાથમિક સમિતિની શાળામાં પ્રવેશોત્સવમાં મોટી મોટી વાતો કરનાર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની પોલ આજ રોજ બહાર આવી છે. માંજલપુર વિસ્તારમાં આવેલ મકરપુરાની ગિજુભાઇ બધેકા પ્રાથમિક શાળામાં સુવિધાઓનો અભાવ જોવા મળ્યો હતો. ત્યાં દિવાલો પર સ્વચ્છતાના સુત્રો અંકિત કરાયા ત્યાં જ ગંદકીના ઢગલા જોવા મળ્યા છે.
નિર્દોષ બાળકો હાનિકારક બોરનું પાણી પીવા મજબુર થઈ રહ્યા છે. આ ઘટનાની સ્થાયી અધ્યક્ષને રજૂઆત કરવા છતાં સમસ્યાઓની ભરમાર જોવા મળી રહી છ. સ્માર્ટ શિક્ષણના દાવા પોકળ સાબિત થઈ રહ્યા છ. કાયમી નિરાકરણ માટે વોર્ડ ઓફિસમાં કનેક્શન માટે અરજી કરવામાં આવી છે. માંજલપુરની મકરપુરાની ગિજુભાઇ બધેકા પ્રાથમિક શાળામાં સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે. તેમાં બાળકો જે રોડ રસ્તા પરથી શાળામાંથી પ્રવેશ કરે છે તે શાળા પાસે તો ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે જેથી કરીને વાલીઓમાં પણ રોગચાળો ફેલાવાનો ભય રહેલો છે.
ગીજુભાઈ બધેકા પ્રાથમિક શાળામાં પીવાના પાણીની સમસ્યા જોવા મળી રહી છે. બાળકોને મજબુર થઈને બોરનું પાણી પીવે છે પણ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા સત્તાધીશોનું પેટનું પાણી પણ હલતું નથી. સત્તાધીશો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે શાળામાં કોર્પોરેશનનું પાણી મળતું નથી. જેની પાલિકાને જાણ કરી છે. અત્યારે હાલ પુરતું અમે પાણીનું ટેન્કર મોકલી આપ્યું છે અમે શાળામાં પાણીની ટાંકી મુકાવવાના છે. આમ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાના સત્તાધીશો દ્વારા પોતાનો લૂલો બચાવ કર્યો હતો.
આમ જે રીતે મોટા પાયે પ્રવેશોત્સવ કર્યો હતો તે પ્રવેશોત્સવ હાલ બિસ્માર હાલતમાં જોવા મળ્યો હતો. આમ શાળાના સત્તાધીશોની પોલમપોલ સામે આવી રહી છે. જેને લઈને શાળાના વિદ્યાર્થીના હિત માટે કામ કરે તેવું વાલીઓનું કહેવું છે.
કોર્પોરેશન દ્વારા પાણી મળતું નથી, બોર દ્વારા પાણી લેવામાં આવે છે . મકરપુરાની ગિજુભાઇ બધેકા પ્રાથમિક શાળામાં પાણીની સમસ્યા છે તે કોર્પોરેશન દ્વારા પાણી મળતું નથી, બોર દ્વારા પાણી લેવામાં આવે છે. પાણીનું લેવલ ઓછુ હોવાથી બોર દ્વારા પાણી ખેચાતું નથી જેને લઈને કોર્પોરેશનમાં વાત કરીને પાણીની ટાંકીની વ્યવસ્થા કરી છે ટુંક જ સંયમ અત્ય પાણીનું ટેન્કર ત્યાં પહોચી જશે. પાણીની સમસ્યા છે તે સોલ્વ થઇ જશે. – હિતેશ પટણી, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અધ્યક્ષ