ભરૂચ: ભરૂચ (Bharuch) જિલ્લામાં દહેજની (Dahej) સ્ટર્લિંગ કંપનીમાં શનિવારે મધરાત્રે ગેસ લીકેજની (Gas leakage) ઘટના બની છે. જેના પગલે સ્થાનિક લોકોમાં ગળામાં બળતરા અને ખાંસીની અસર જોવા મળી છે. બીજી તરફ આ બનાવના પગલે GPCBની ટીમ હરકતમાં આવી ગઈ છે. તથા આરોગ્ય વિભાગ (Health department) પણ દોડતું થઈ ગયું છે. જોકે તંત્રએ તત્કાલ અસરથી ગેસ લીકેજ પર કાબુ મેળવતા કોઈ જાનહાનિ થયાના અહેવાલ સામે આવ્યો નથી.
દહેજ નજીક સ્ટર્લીંગ કંપનીમાં શનિવારે મધરાત્રે ગેસ લીકેજની ઘટના બનતા અંભેટાના ગ્રામજનોને શ્વાસમાં અને ખાંસી થતા ભેગા થઈને કંપની પર પહોચ્યા હતા.આ બાબતે કંપનીમાં કામદાર સાથે ગ્રામજનો ગેસ ગળતરની રજૂઆત કરતી વેળા અચાનક ધડાકો થતા અફરાતફરીમાં જીવ બચાવવા મારે ભાગ્યા હતા.ખાસ કરીને ગેસ વછૂટતો હોવાની રાવ માટે ખુદ ગ્રામજનો કંપની પર રાવ કરતી વખતે ક્ષણવારમાં જ બ્લાસ્ટ થવાની ઘટનાથી કંપી ઉઠ્યા હતા.
અંભેટા ગ્રામજનો ભયના ઓથાર વચ્ચે જીવી રહ્યા હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે.અંભેટાના ગ્રામજનોએ ભારે આક્રોશ સાથે જણાવ્યું હતું કે મોડી રાત્રે ગેસ ગળતરને લઈને અમને શ્વાસ લેવામાં તકલીફ થાય છે.અમને ઔદ્યોગિક કરણના વિકાસ થાય એની સામે વાંધો નથી પણ બાજુના ગામના જિંદગીને આવા ગેસ લીકેજથી જે પ્રશ્નો ઉદ્દભવે એની સામે અમારો સખ્ત વાંધો છે.જો કે આ ઘટનાથી ભરૂચ GPCB વિભાગ દોડી ગઈ હતી.આખી ઘટના માટે તલસ્પર્શી તમસ ચલાવી રહ્યા છે.જો કે આ ઘટના વખતે ગેસને કાબુ કરી લેતા કોઈ જાનહાની ન થતા રાહત અનુભવી હતી.
રજુઆતો છતાં તંત્ર નિષ્ક્રિયતા લઈને ગેસ વછુટવાની ઘટનાથી લોકોનું જીવનું જોખમ: પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી
ઘણા સમયથી ભરૂચના ઔદ્યોગિક વસાહતમાં વારંવાર આગના બનાવોને ગંભીરતા લેતા પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી સંદીપ માંગરોલાએ દહેજ સ્ટર્લીંગ કંપનીને ઘટના ગંભીરતા લઈને અસરગ્રસ્ત ગામની મુલાકાતે રવિવારે જવાના છે.જે અંગે જણાવ્યું હતું કે ઉદ્યોગોની બેદરકારીથી સ્થાનિક પ્રજાજનો અને કામદારો ભય હેઠળ જીવી રહ્યા છે.દહેજની સ્ટર્લીંગ કંપનીમાં ગ્રામજનોએ મોડી રાત્રે ફરિયાદ કરવા પ્લાન્ટ પર જતા જ મસમોટો ધડાકો થતા જીવ બચાવવા નાસભાગ કરી હતી.આ માટે તંત્રને રજુઆતો છતાં પણ નિષ્ક્રિય હોય એ આ ઘટનાથી સ્પષ્ટ થાય છે.