સુરત: સુરત (Surat) કેન્દ્રીય રેલ્વે અને ટેક્ષ્ટાઈલ રાજ્યમંત્રી દર્શના જરદોશ અધ્યક્ષસ્થાને વેસુ સ્થિત વિજયલક્ષ્મી હોલ ખાતે હેલ્થ એન્ડ વેલનેસ શો તથા એક્ઝિબિશન (Health and Wellness Show and Exhibition) યોજાયું હતું. એક્ઝિબિશનમાં 64 જેટલા આરોગ્યને લગતા સ્ટોલ (Stall) લગાવવામાં આવ્યા હતા. મંત્રીશ્રીએ વિવિધ સ્ટોલની મુલાકાત લઈ જાણકારી મેળવીને એક્ઝિબીટર્સ સાથે સંવાદ કર્યો હતો.
- આરોગ્યની જાગૃતિ માટે યુવાપેઢી પોતાના નવા વિચારો સાથે રસ દાખવી રહી છેઃ રાજ્યમંત્રી દર્શના જરદોશ
- તા.29 થી 30 જુલાઇ બે દિવસીય એક્ઝિબિશમાં આરોગ્યની લગતી માહિતી મેળવવાની સુર્વણ તક
- સુરત સિટી પોલીસ,મહાનગર પાલિકા અને અન્ય સંસ્થાઓના સહયોગથી એક્ઝિબિશમાં 64 સ્ટોલ લગાવાયા
આ પ્રસંગે રેલવે અને ટેક્ષટાઈલ રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશે જણાવ્યું કે, આરોગ્યની સુખાકારી માટે સરકાર દ્વારા એનક પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી દેશના લોકોને યોગવિદ્યા સાથે જોડીને યોગથી આરોગ્યને થતા ફાયદા વિશે માહિતગાર કર્યા છે. યોગ દ્વારા સ્વાસ્થ્ય, આયુષ્ય અને શક્તિ મળે છે.ત્યારે આરોગ્યની જાગૃતિ માટે યુવાપેઢી પોતાના નવા વિચારો સાથે રસ દાખવી રહી છે.આજની યુવાપેઢી દરેક વસ્તુમાં રિસર્ચ કર્યા બાદ આગળ પગલુ ભરી રહી છે.જેને લઇ દેશના લોકોને અનેક ફાયદાઓ થશે એમ તેમણે ઉમેર્યું હતું
વધુમાં મંત્રી જણાવ્યું કે પહેલીવાર સુરત શહેરમાં આરોગ્યની જાગૃતિ માટે હેલ્થ એન્ડ વેલનેસ એક્ઝિબિશન કરવામાં આવ્યું છે. જેમાં સુરત સિટી પોલીસ, મહાનગર પાલિકા અને અન્ય સંસ્થાઓના સહયોગથી નેચરોપેથી, એલોપેથી, આર્યુવેદિક, ઓર્ગેનિક હીલિંગ, ઓર્ગેનિક ખાદ્ય-પદાર્થો, ઓર્ગેનિક કપડાઓ, ઓર્ગન ડોનેશન,બ્લડ ડોનેશન,ડ્રગ ફ્રી કાઉન્સિલિંગ, ફિટનેસને લગતા સ્ટોલો મુકવામાં આવ્યા છે. આ એકિઝબિશનમાં આરોગ્યની લગતી તમામ સમસ્યાઓની સારવાર માટે માહિતી મેળવવાની સુર્વણ તક છે.જેથી તમામ શહેરીજનોએ એક્ઝિબિશનની અવશ્ય મુલાકાત લેવી જોઇએ એવો અનુરોધ તેમણે કર્યો હતો. આ પ્રસંગે સુરતના યુવા અગ્રણીઓ, ઉદ્યોગપતિઓ, વ્યાપારીઓ અને એક્ઝિબીટર્સ, સ્ટોલ ધારકો અને શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.