Health

તમે માંસાહારી ભોજન કે રાઈસને વારંવાર ગરમ કરો છો? તો તેના આ હાનિકારક પરિણામ વિશે જાણી લો..

આજનો યુગ મોંધવારીનો છે તેથી કોઈ પણ વસ્તુનો બગાડ પરવડી શકે તેમ નથી. ઘણાં લોકો રાતનું વાસી (Stale Food) અથવા સવારનુ ભોજન રાત્રે ગરમ કરી જમવામાં લે છે. આપણે સૌ જાણીએ છે કે ભોજનને ફરી ગરમ કરવાથી તેમાં રહેલાં પોષક ત્તત્વો નાશ પામે છે જે આપણાં સ્વાસ્થય (Health) પર માઠી અસર કરે છે. ટેકનોલોજી સાથે માઈક્રોવેવનો ઉપયોગ એ અમુક હદ સુધી સારો છે પરંતુ તે આપણાં સ્વાસ્થય માટે નુકશાનકારક તો કહી જ શકાય. એક તરફ પરિવારના દરેક સભ્યની ફાસ્ટ લાઈફમાં નિરાંતે શરીરને લાભ કરે તેવો ભોજન (Food) કરવા સુદ્ધાંનો સમય કાઢી શકાતો ત્યારે બીજી તરફ આપણી જ કેટલીક કૂટેવો જાણ્યે અજાણ્યે આપણને નુકસાન પહોંચાડી શકે છે. એવી જ એક કૂટેવ વાસી ભોજનને વારંવાર ગરમ (Frequent heating) કરવાની છે. લગભગ દરેક ગૃહિણી આગલા દિવસે વધેલા ભાત, રોટલી કે અન્ય ભોજનને બીજા દિવસે ગરમ કરીને ખાવા માટે ટેવાયેલી છે ત્યારે તમારે આટલું જાણવું ખુબજ જરૂરી થઈ પડશે.

બટાકા, નાઈટ્રેટથી ભરપૂર ભોજન, ચોખા, માંસાહારી ભોજન, મશરૂમ વગેરે જેવાં ભોજનને બને ત્યાં સુધી ફરી ગરમ કરવું ન જોઈએ. બટાકામાં વિટામિન બી-6, પોટેશિયમ અને વિટામિન સી જેવાં પોષક તત્વ મળી રહે છે. તેને વારંવાર ગરમ કરવાથી ક્લોસ્ટ્રિડિયમ બોટ્યુલિનમ નામના બેક્ટેરિયા વધવા લાગે છે. જેના કારણે સ્વાસ્થ્યને કોઈ લાભ મળતો નથી, પરંતુ આડઅસર થવાની સંભાવના વધુ રહે છે. પાલક, લીલા પાંદડાવાળા શાકભાજી, ગાજર, સલગમ, બીટ જેવાં શાકભાજીમાં નાઈટ્રેટનુ ઊંચું પ્રમાણ જોવા મળે છે. આ શાકભાજીને ફરીથી ગરમ કરવા માટે હંમેશા ટાળવું જોઈએ. તેઓને ફરીથી ગરમ કરવાથી નાઈટ્રાઈટમાં અને પછી નાઈટ્રોજેનેઝમાં રૂપાંતરિત થાય છે. જે શરીરની પેશીઓ માટે હાનિકારક સાબિત થાય છે.

વાસી ચોખાને ફરીથી ગરમ કરવાથી ફૂડ પોઇઝનિંગનું જોખમ વધી જાય છે એવું ફૂડ સ્ટાન્ડર્ડ એજન્સી અનુસાર જાણવા મળ્યું છે. ચોખાને ફરીથી ગરમ કરવાથી તેમાં બે સિલસ સેરેયસ નામના વધુ પ્રતિરોધક બેક્ટેરિયા ઉત્પન્ન થાય છે, જેનાથી ફૂડ પોઈઝનિંગ થાય છે. નોન-વેજ ખાદ્ય પદાર્થો જેમ કે ચિકન અને ઈંડાને પ્રોટીનનો ઉત્તમ સ્ત્રોત માનવામાં આવે છે પરંતુ વારંવાર ગરમ કર્યા પછી સેવન કરવું પાચન સમસ્યાઓનું કારણ બની શકે છે. મશરૂમ પ્રોટીનનો ઉત્તમ સ્ત્રોત છે અને તેમાં ખનિજો ઉચ્ચ પ્રમાણમાં મળી રહેતા હોય છે. તેને ગરમ કરવાથી તેમાં હાજર પ્રોટીન ઝેરી પદાર્થોમાં બદલાય જાય છે. આ પદાર્થો પાચન તંત્રને નુકસાન પહોંચાડવા માટે જવાબદાર છે.

Most Popular

To Top