ભારત કોરોનાની ( corona) બીજી લહેરમાંથી ( second wave) બહાર આવી રહ્યું છે ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ( pm narendra modi) આજે કહ્યું કે ભાવિ પડકારો માટે આરોગ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને અર્થતંત્રના રિપેર અને પ્રિપેર (સમારકામ અને તૈયારી) પર ધ્યાન કેન્દ્રીત કરાવું જોઇએ.
મોદીએ આજે એક વીડિયો કોફરન્સ દ્વારા વિવાટેકની પાંચમી આવૃત્તિમાં પ્રવચન આપ્યું હતું. 2016થી દર વર્ષે પેરિસમાં યોજાતી વિવાટેક યુરોપમાં સૌથી મોટી ડિજિટલ અને સ્ટાર્ટઅપ ઇવેન્ટ પૈકીની એક વિવાટેક 2021માં વડા પ્રધાનને અતિથિ વિશેષ તરીકે અધ્યક્ષીય પ્રવચન માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું.
વડા પ્રધાને ઉમેર્યું હતું કે મહામારી દરમિયાન ડિજિટલ ટેકનોલોજીએ અમને તેનો સામનો કરવા, સંપર્ક બનાવવા, અનુકૂળતા સાધવા તથા ધીરજ ધરવામાં મદદ કરી હતી. ભારતની વૈશ્વિક અને વિરલ બાયોમેટ્રિક ઓળખ સિસ્ટમ (આધાર) ગરીબોને સમયસર આર્થિક સહકાર પૂરો પાડવામાં મદદ કરી હતી. “અમે 80 કરોડ નાગરિકોને વિનામૂલ્યે અનાજ પૂરુ પાડી શક્યા હતા અને ઘણા ઘરોમાં રાંધણ ગેસ સબસિડી પૂરી પાડી શક્યા છીએ. ભારતમાં અમે વિદ્યાર્થીઓને મદદરૂપ થાય તે માટે અત્યંત ઝડપથી બે જાહેર ડિજિટલ શૈક્ષણિક પ્રોગ્રામ સ્વયં અને દિક્ષા હાથ ધરી શક્યા છીએ.
મહામારી સામેના પડકારનો સામનો કરવામાં સ્ટાર્ટ અપ ક્ષેત્રોની ભૂમિકાની વડા પ્રધાને પ્રશંસા કરી હતી. ભારત એ વિશ્વની સૌથી વિશાળ સ્ટાર્ટ અપ ઇકો સિસ્ટમનું નિવાસ છે. તાજેતરના વર્ષોમાં કેટલાક યુનિકોર્ન આવ્યા છે. સંશોધકો અને રોકાણકારોની જે જરૂરિયાત છે તે ભારતમાં ઉપલબ્ધ છે. ભારત સમગ્ર વિશ્વને પ્રતિભા, માર્કેટ, મૂડી, ઇકો સિસ્ટમ અને મુક્ત સંસ્કૃતિના પાયા પર રચાયેલા ભારતમાં રોકાણ કરવા માટે આમંત્રણ આપે છે.
વિવિધ ક્ષેત્રોમાં છેલ્લા કેટલાક વર્ષમાં પડેલા વિક્ષેપ અંગે ચર્ચા કરતાં વડા પ્રધાને જણાવ્યું હતું કે વિક્ષેપનો અર્થ નિરાશા નથી. તેને બદલે રિપેર અને પ્રિપેર (સમારકામ અને સજ્જતા)ને બે પાયાના સિદ્ધાંત પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઇએ.
વડા પ્રધાને આપણા ગ્રહને આગામી મહામારીથી બચાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. એ બાબતની ખાતરી કરવી જોઈએ કે અમે ટકાઉ જીવનશૈલી પર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ જેથી ઇકોલોજીકલ અધોગતિ અટકાવી શકાય.