કેન્દ્રીય આરોગ્ય પ્રધાન (HEALTH MINISTER) હર્ષ વર્ધન અને તેમની પત્નીએ મંગળવારે ‘દિલ્હી હાર્ટ એન્ડ લંગ ઇન્સ્ટિટ્યુટ’માં કોવિડ -19 રસી (COVID-19 VACCINE)નો પ્રથમ ડોઝ લીધો. આ માટે તેમણે રસી ફી પણ ચુકવી હતી. સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે (RAJNATH SINH) આર્મીની આરઆર હોસ્પિટલમાં કોરોના રસી લીધી હતી. અને તમેણે કહ્યું – રસી સંપૂર્ણપણે સલામત છે.
કોવિડ -19 રસીકરણ અભિયાનનો બીજો તબક્કો 1 માર્ચ, સોમવારથી શરૂ થયો. આ અંતર્ગત, રસીનો પ્રથમ ડોઝ 60 વર્ષથી વધુ ઉંમરના લોકોને અને 45 થી 59 વર્ષની વયના લોકોને અન્ય રોગોથી પીડિત લોકોને આપવામાં આવી રહ્યો છે. જેમાં પ્રથમ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM MODI)ના રસી લીધા બાદ હવે અન્ય નેતાઓ અને મંત્રીઓ પણ આવી રસી મેળવી રહ્યા છે. હર્ષવર્ધનની પત્ની નૂતન ગોયલને પહેલાં રસી મળી. તેના પછી હર્ષવર્ધનને રસી અપાઇ. સોમવારે મંત્રીએ 60 થી વધુ અને તેથી વધુ ઉંમરના અને 45 વર્ષથી વધુ ઉંમરના અને અન્ય રોગોથી પીડાતા લોકોને તાત્કાલિક રસી અપાવવા અપીલ કરી હતી.
તેમણે કહ્યું હતું કે એન્ટી કોરોના વાયરસ રસીકરણને કારણે દેશમાં હજુ સુધી કોઈનું મોત થયું નથી અને લોકોને રસી વિશે શંકા ન કરવા અપીલ કરી હતી. હર્ષવર્ધનએ કહ્યું હતું કે, જો કોઈ રસી લીધા પછી થોડા દિવસોમાં મરી જાય છે, તો તેને રસીકરણ સાથે જોડી શકાય નહીં કારણ કે આવા દરેક કેસમાં વૈજ્ઞાનિક રીતે તપાસ કરવામાં આવી રહી છે.
રક્ષામંત્રી રાજનાથસિંહે રસી લીધા બાદ જણાવ્યું હતું કે, “આટલા ટૂંકા સમયમાં રસી વિકસાવવા બદલ વૈજ્ઞાનીકો અને ડોકટરોને સલામ. રસીકરણ માટે આરઆર હોસ્પિટલના ડોકટરો અને પેરામેડિક સ્ટાફનો આભાર. હું તમામ લાયક લોકોને રસી અપાવવા અને ભારતને કોરોના મુક્ત બનાવવા માટે આહ્વાન કરું છું.” સાથે જ અન્ય નેતાની વાત કરીએ તો કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી કિશન રેડ્ડીએ હૈદરાબાદની ગાંધી હોસ્પિટલમાં કોરોના વાયરસ રસીનો પ્રથમ ડોઝ લીધો. અભિનેતા અને એમએનએમ પ્રમુખ કમલ હસને ચેન્નઈમાં કોરોના રસીનો પ્રથમ ડોઝ લીધો હતો, કેન્દ્રીય પ્રધાન મુખ્તાર અબ્બાસ નકવીએ રામપુર ખાતે કોરોના વાયરસ રસીનો પ્રથમ ડોઝ લીધો હતો.
ભારતમાં કોરોનાના કુલ 1,11,24,527 પોઝિટિવ કેસ નોંધાયા છે, જેમાંથી 1,68,358 સક્રિય કેસ છે. અત્યાર સુધીમાં 1,07,98,921 લોકો કોરોના ચેપથી મુક્ત થયા છે જ્યારે કોરોનાને કારણે કુલ 1,57,248 લોકોએ જીવ ગુમાવ્યો છે.