Charchapatra

હેલ્થ ઈઝ વેલ્થ

પરમકૃપાળુ પરમાત્માએ દરેક વ્યકિતને શ્વાસ ગણીને જ આપ્યો છે. જેમાં મીનમેખ ન થઈ શકે. દરેક વ્યકિત જીવે ત્યાં સુધી શારીરિક ત્થા માનસિક સ્વસ્થતા ઈચ્છે છે, જેને બરકરાર રાખવા, ફક્ત એક જ શબ્દ ‘ENJOY’ ‘YOUR LIFE’  E = ઈટવેલ – સારૂ, પૌષ્ટિક ત્થા તાજો ખોરાક આહારમાં લો. જે માટે નિયમિત સમય સાચવો. ‘ફાસ્ટફુડ’ ત્થા તૈલી પદાર્થને પ્રમાણસર લો, જેથી પાચનશક્તિ સરળ રહે. N = નો બેડ Habits – પાન-પરાગ-ગુટખા-તમાકું, સિગારેટનું સેવન ટાળો ત્થા કોલ્ડ્રીક્સથી દૂર રહો.

J = જોયફૂલ રહો : મનને પ્રફુલ્લિત રાખો.  વિકટ સંજોગોમાં પણ મનોબળ મજબૂત રાખો. પ્રસંગની પ્રસન્નતા માણો અને Smiling Face રાખો. O = Organise રહો : તમારા ઓફિસ/વ્યવસાય/ઘર કાર્યની પ્રવૃતિઓને ક્રમ પ્રમાણે અગ્રિમતા આપો. સમય સંચાલન ચોક્કસ રાખો. Y = યોગા કરો : તમારા દૈનિક નિત્ય ક્રમમાં પ્રાર્થના, યોગા, કસકત, Morning Walk ત્થા સંગીતને ચોક્કસ સમય ફાળવો. મિત્રો, ‘વેલ્થ’ એટલે ભૌતિક સંપત્તિ, નાશવંત રહેતી હોય છે, પરંતુ જે સંપત્તિ મેળવવા, વ્યકિત જાતની તંદુરસ્તીની કાળજી નથી લેતો અને પરિણામે વૃદ્ધવયે બધું જ સુખ-સાહબી હોવા છતાં, તે તંદુરસ્તી (શારીરિક-માનસિક શાંતિ ન હોવાથી, જીવન માણી શકતો નથી, જાણે ફક્ત સમય જ પસાર કરતો રહે છે. જે Depression અને હતાશાને કારણે વ્યગ્ર રહે છે. આ સમયને ટાળવા ‘ENJOY’ રહો-મસ્ત રહો-સ્વસ્થ રહો
સુરત     – દિપક બી. દલાલ.-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top