સુરત: (Surat) ગોડાદરામાં (Godadara) સવારે વોકિંગ (Morning Walk) માટે નીકળેલી મહિલાની (Women) પાસે બાઇકમાં (Bike) નીકળેલા બે યુવકોએ છેડતી (Molested) કરીને મોબાઇલ (Mobile) નંબર માંગ્યા બાદ મહિલાએ ફોન નંબર આપવાની ના પાડતા બંને ઘર સુધી પહોંચ્યા હતા. મહિલાએ ઘરમાં ફરિયાદ કરતા બંને ભાગી ગયા હતા અને સાંજના સમયે પાછા આવીને મહિલાના સંબંધીને ચપ્પુના ઘા મારી દીધા હતા. આ ઘટના બાદ મહિલા અને સ્થાનિકો દ્વારા ગોડાદરા પોલીસ (Police) મથકનો ઘેરાવો કરવામાં આવ્યો હતો. આખરે પોલીસે હુમલો કરનારા ચારેયની સામે ગુનો નોંધતા મામલો શાંત પડ્યો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ ગોડાદરાની ભારદ્વાજ સોસાયટીમાં રહેતી નિતુદેવી સુખદેવદાસ ચૌહાણ પોતાની બહેન સાથે આંટો મારવા માટે નીકળી હતી. આ દરમિયાન સવારના સમયે એક બાઇક ઉપર બે યુવકો નીકળ્યા હતા. જેમાંથી એકનું નામ મુકેશ શિવાજી કન્હાળે (રહે.જયલક્ષ્મી નગર, ગોડાદરા) હતું. જ્યારે તેની સાથે રોહિત હતો. આ બંને યુવકોએ નિતુદેવીની પાસે ગાડી હંકારીને છેડતી કરી હતી. નિતુદેવીએ ગાડી યોગ્ય રીતે ચલાવવાનું કહેતા તેઓએ ગાડી ધીમી હંકાર્યા બાદ નિતુદેવીની પાસે મોબાઇલ નંબર માંગ્યો હતો. નિતુદેવીએ કહ્યું કે, હું મોબાઇલ નથી રાખતી ત્યારે યુવકે કહ્યું કે, તો પછી મારો નંબર લઇ લે. નિતુદેવી અને તેની બહેન સ્પીડમાં ચાલીને પોતાના ઘરે પહોંચી ગઇ હતી.
આ દરમિયાન બંને યુવકો પણ નિતુદેવીના ઘર સુધી પહોંચી ગયા હતા. નિતુદેવીએ પોતાના ભાઇ અને બનેવીને ફરિયાદ કરતા તેઓ બહાર આવ્યા હતા, પરંતુ ત્યાં સુધીમાં બંને યુવકો ભાગી ગયા હતા. સાંજના સમયે છેડતી કરનાર મુકેશ પોતાની સાથે રોહિત, પંડિત અને દિપકને લઈને આવ્યો હતો અને ચારેયએ ગાળો આપીને રોડ ઉપર જ નિતુદેવીના બનેવીના સગા ભાઇને હાથમાં ચપ્પુ મારી દીધું હતુ. આ દરમિયાન ત્યાં લોકોની ભીડ થઇ જતાં ચારેય ભાગી ગયા હતા. બનાવ અંગે પોલીસે ચારેયની સામે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.