Business

HDFC બેન્કમાં HDFCનો 41 % હિસ્સો હશે, બેંકના લોન પોર્ટફોલિયામાં આ ફેરફાર જોવા મળશે

નવી દિલ્હીઃ દેશની સૌથી મોટી હાઉસિંગ ફાઈનાન્સ કંપની HDFC અને સૌથી મોટી ખાનગી બેંક HDFC બેંકના મર્જર થવાનો (Merger) રસ્તો સાફ થઈ ગયો છે. એચડીએફસી અને એચડીએફસી બેંક બંનેના બોર્ડે સોમવારે યોજાયેલી અલગ-અલગ બેઠકમાં આને મંજૂરી આપી હતી. HDFC બેંકે HDFC ઇન્વેસ્ટમેન્ટ્સ લિમિટેડ અને HDFC હોલ્ડિંગ્સ લિમિટેડ સાથે મર્જરને મંજૂરી આપી છે. મર્જર પછી, HDFC લિમિટેડ HDFC બેંકમાં 41% હિસ્સો ધરાવશે. આ બેંકને તેના હોમ લોન પોર્ટફોલિયોને મજબૂત કરવામાં અને તેના વર્તમાન ગ્રાહક આધારને વિસ્તૃત કરવામાં મદદ કરશે. HDFC બેંકના શેરમાં 14.4% સુધીનો વધારો જોવા મળ્યો હતો જ્યારે HDFC લિમિટેડ મર્જરની જાહેરાત બાદ 19.6% વધ્યો હતો.

આ સમાચાર બહાર આવતા જ બંનેના શેરમાં જોરદાર ઉછાળો આવ્યો. બીજી તરફ આ સમાચાર બહાર આવતાની સાથે જ બંને કંપનીઓના શેરોમાં જોરદાર ઉછાળો આવ્યો છે. BSE પર સવારે 10 વાગ્યે HDFCનો સ્ટોક 13.60 ટકા વધ્યો હતો. એ જ રીતે HDFC બેન્કના શેરમાં પણ લગભગ 10 ટકાનો ઉછાળો આવ્યોહાઉસિંગ ડેવલપમેન્ટ ફાઇનાન્સ કોર્પોરેશન (HDFC) અને HDFC બેન્કનું મર્જ થવા જઈ રહ્યું છે. સોમવારે માહિતી આપવામાં આવી હતી કે બોર્ડની બેઠકમાં HDFCને HDFC બેન્ક સાથે મર્જ કરવાની મંજૂરી આપવામાં આવી છે. કંપનીના શેરધારકો અને લેણદારો (દેવાદારો) પણ આ મર્જરમાં સામેલ થશે.

HDFCના ચેરમેન દીપક પારેખે આ અંગે કહ્યું હતું કે તેમને બે રાત સુધી ઊંઘ ન આવી હતી. હાઉસિંગ ફાઈનાન્સમાં 45 વર્ષ અને 90 લાખ ભારતીયોને ઘર લેવામાં મદદ કર્યા બાદ આખરે અમને પોતાનું ઘર મળ્યું છે. અમને આ સ્થાન પોતાના પરિવારમાં અને પોતાની બેંકમાં જ મળ્યું છે.

કંપનીએ શું કહ્યું?
એચડીએફસી બેંક અને એચડીએફસી લિમિટેડના વિલીનીકરણની જાહેરાત બાદ પ્રેસને સંબોધતા, એચડીએફસીના ચેરમેન દીપક પારેખે જણાવ્યું હતું કે વર્ષોથી બેંકો અને એનબીએફસી માટેના નિયમનકારી ફેરફારોએ મર્જરને સરળ બનાવ્યું છે. તેમણે એમ પણ કહ્યું કે મર્જર છેલ્લા ત્રણ અઠવાડિયાથી ચાલી રહ્યું છે. દીપક પારેખે જણાવ્યું હતું કે, મર્જરની HDFC લિમિટેડના કર્મચારીઓ પર કોઈ અસર નહીં થાય. 

મર્જર પછી, HDFC લિમિટેડના શેરધારકોને HDFC લિમિટેડના 25 શેર માટે HDFC બેંકના 42 શેર્સ (દરેક ₹1 ની ફેસ વેલ્યુ) મળશે. સૂચિત મર્જર નાણાકીય વર્ષ 2024 ના બીજા અથવા ત્રીજા ક્વાર્ટર સુધીમાં પૂર્ણ થવાની અપેક્ષા છે.

પોર્ટફોલિયો અને ગ્રાહક આધાર સુધારવાના પ્રયાસો
આ મર્જર અંગે HDFCએ કહ્યું છે કે આ ડીલનો હેતુ HDFC બેંકના હાઉસિંગ લોન પોર્ટફોલિયોમાં સુધારો કરવાનો છે. આ સાથે તેના વર્તમાન ગ્રાહક આધારને પણ વધારવાનો છે. એવું કહેવામાં આવ્યું છે કે એચડીએફસી લિમિટેડ અને એચડીએફસી બેંકનું આ મર્જર નાણાકીય વર્ષ 2024 ના બીજા અથવા ત્રીજા ક્વાર્ટર સુધીમાં પૂર્ણ થઈ જશે. આ મર્જર પછી HDFC પાસે HDFC બેંકમાં 41% હિસ્સો રહેશે. ઉપરાંત, HDFC હોલ્ડિંગ્સને પણ HDFC સાથે મર્જ કરવામાં આવશે.

આવા વિલીનીકરણની શક્યતા
HDFC લિમિટેડના ચેરમેન દીપક પારેખે જણાવ્યું હતું કે RERAના અમલીકરણને કારણે, હાઉસિંગ સેક્ટરને ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો દરજ્જો, એફોર્ડેબલ હાઉસિંગ પર સરકારની પહેલ, અન્ય બાબતોની સાથે, હાઉસિંગ ફાઇનાન્સ બિઝનેસમાં મોટી તેજી આવશે. આ સિવાય છેલ્લા કેટલાક વર્ષોમાં બેંકો અને NBFCના નિયમનને વધુ સારું બનાવવામાં આવ્યું છે. આનાથી વિલીનીકરણની શક્યતા ઊભી થઈ.

Most Popular

To Top