National

સંદેશખાલી કેસ: શાહજહાં શેખને CBIને સોંપવાના હાઈકોર્ટના આદેશ બાદ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો

નવી દિલ્હી: સંદેશખાલી કેસમાં પશ્ચિમ બંગાળ સરકારે હાઈકોર્ટના આદેશ સામે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. અગાઉ ED અધિકારીઓ પર હુમલાના કેસમાં કોલકાતા હાઇકોર્ટે SITને બરતરફ કરી દીધી છે અને કેસની તપાસ CBIને સોંપવાનો આદેશ આપ્યો છે. હાઈકોર્ટના ચીફ જસ્ટિસે શેખ શાહજહાં સહિત ત્રણ કેસની તપાસ સીબીઆઈને સોંપવાનો આદેશ આપ્યો છે. આ સાથે હાઈકોર્ટે બંગાળ સરકારને મંગળવારે સાંજે 4.30 વાગ્યા સુધીમાં શેખ શાહજહાંને સીબીઆઈને સોંપવાનો આદેશ આપ્યો હતો.

હાઈકોર્ટના ચીફ જસ્ટિસે શેખ શાહજહાં સહિત ત્રણ કેસની તપાસ સીબીઆઈને સોંપવાનો આદેશ આપ્યો છે. આ સાથે હાઈકોર્ટે બંગાળ સરકારને મંગળવારે સાંજે 4.30 વાગ્યા સુધીમાં શેખ શાહજહાંને સીબીઆઈને સોંપવાનો આદેશ આપ્યો છે. તેમજ કોર્ટના આદેશ મુજબ કસ્ટડી લીધા બાદ સીબીઆઈ શેખની પૂછપરછ કરી શકે છે.

સુનાવણીની તારીખની રાહ જોઈને મમતા સરકાર સુપ્રીમ કોર્ટ પહોંચી
સુપ્રીમ કોર્ટમાં અપીલ અંગે ન્યૂઝ એજન્સી ANIના રિપોર્ટ અનુસાર પશ્ચિમ બંગાળ સરકાર તરફથી હાજર રહેલા વકીલ અભિષેક મનુ સિંઘવીએ સુપ્રીમ કોર્ટની બેંચમાં આ મામલાને જણાવ્યું. સર્વોચ્ચ અદાલતની બેન્ચે સિંઘવીને આ મુદ્દે સુપ્રીમ કોર્ટના રજિસ્ટ્રારનો સંપર્ક કરવાનો નિર્દેશ આપ્યો હતો. હાલમાં સુપ્રીમ કોર્ટે આ કેસમાં સુનાવણી માટે કોઈ તારીખ નક્કી કરી નથી.

સીબીઆઈ શેખ શાહજહાંને કસ્ટડીમાં લેશે
હાઈકોર્ટના આદેશ બાદ સીબીઆઈ શેખ શાહજહાંને આજે કસ્ટડીમાં લઈ શકે છે. શેખ શાહજહાંની ગયા અઠવાડિયે ઉત્તર 24 પરગણા જિલ્લાના મિનાખાનમાં એક ઘરમાંથી ધરપકડ કરવામાં આવી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર કોલકાતા હાઈકોર્ટે સીબીઆઇને પૂર્વ TMC નેતા શેખ શાહજહાંની ધરપકડ કરવાનો આદેશ આપ્યો છે. જેઓ ખંડણી, જમીન હડપ અને જાતીય સતામણીની અનેક ફરિયાદોમાં મુખ્ય આરોપી છે. તેમજ TMCના આ નેતાની કસ્ટડી સીબીઆઈને સોંપવામાં આવી છે. તેમજ સમગ્ર મામલે ચીફ જસ્ટિસ ટીએસ શિવગનમે આજે મંગળવારે કહ્યું કે કેન્દ્રીય એજન્સી આ કેસ સંભાળશે અને બંગાળ પોલીસને શાહજહાં અને કેસની સામગ્રી સોંપવા માટે સાંજે 4.30 વાગ્યા સુધીનો સમય આપ્યો છે.

શેખ શાહજહાં પોલીસ કસ્ટડીમાં હતો
જણાવી દઈએ કે આ પહેલા શેખ શાહજહાં 10 દિવસ સુધી પોલીસ કસ્ટડીમાં હતો. બીજેપીના જણાવ્યા અનુસાર શાહજહાંને EDને સોંપવાને બદલે તેને 10 દિવસના રિમાન્ડ આપવો એ તેને “કાનૂની રક્ષણ” આપવાનો એક માર્ગ છે. ભાજપનું કહેવું છે કે જ્યાં સુધી શાહજહાંની કસ્ટડી નહીં મળે ત્યાં સુધી ED શાંતિથી બેસી શકશે નહીં. કારણ કે પશ્ચિમ બંગાળ પોલીસ નવો કેસ નોંધી શકે છે અને ટીએમસીના મજબૂત નેતાની ફરીથી ધરપકડ કરી શકે છે.

Most Popular

To Top