સુરત : (Surat) જમીનનો (Land) સોદો (Deal) કરવા સુરત આવેલા હૈદરાબાદના (Haydrabad) વેપારી ક્રિપ્ટોકરન્સી (Cryptocurrency) લેવાના ચક્કરમાં હતો. ત્યારે ટોળકી 2 કરોડથી વધુની રકમ લૂંટી (Robbed) ભાગી છૂટી હતી. આ અંગે વરાછા પોલીસ સ્ટેશનમાં ગઈકાલે ફરિયાદ નોંધાતા પોલીસે વધારે તપાસ હાથ ધરી છે. ઘટનાના સીસીટીવી ફુટેજ વાયરલ (Viral) થતા તેમાં ટોળકી લૂંટ કરીને ભાગતી જોઈ શકાય છે.
વરાછા વિસ્તારમાં શુક્રવારે લૂંટની ઘટના બન્યા બાદ વેપારીએ ફરિયાદ આપવાની ના પાડી હતી. ત્યાર બાદ હૈદરાબાદમાં ઓટોબાઇલના ધંધા સાથે સંકળાયેલા વિનય નવીનભાઇ જૈને પોલીસ ફરિયાદ આપી હતી. તેમાં તેમણે જણાવ્યું હતું કે, તેમના પિતાના મિત્ર પી.કે.ઝાને તેમણે સુરતમાં જમીન જોઇતી હોવાની વાત કરી હતી. ઝાએ તેમને જણાવ્યું હતું કે, સાત કરોડની જમીન ચાર કરોડમાં મળી જાય તેમ છે. આ ઉપરાંત ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરવાથી મોટો ફાયદો થાય તેમ જણાવતા આવે વેપારી રૂપિયા લઇને અહીં આવ્યો હતો અને પૂર્વ આયોજીત કાવતરા મુજબ તેને લૂંટી લેવાયો હતો. તેણે પોલીસમાં કુલ બે કરોડની લૂંટની ફરિયાદ નોંધાવી હતી.
વિનયે કોની કોની સામે ફરિયાદ નોંધાવી
વિનયે વરાછા પોલીસ સ્ટેશનમાં પિન્ટુ કુમાર ઝા, અમિત, સુમનસીંગ, મધુકર, રાકેશ, રાજુ, વીકી, શાહરૂખ વ્હોરા તથા બીજા અજાણ્યાઓ સામે લૂંટની ફરિયાદ નોંધાવી છે.
પોલીસે પાંડેસરામાંથી 4 ને દબોચી લીધા
પોલીસ આ ઘટનામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યા બાદ ઉચ્ચ અધિકારીઓ પણ દોડી આવ્યા હતા. પાંડેસરામાંથી પોલીસે 4 આરોપીઓને ઊંચકી લાવી હોવાનું જાણવા મળ્યું છે. લૂંટમાં વપરાયેલી કાર પણ કબજે કરવામાં આવી છે. પોલીસ પાંડેસરાના નાગસેનનગરથી 4 આરોપીઓ સાથે કારને કબજે લઈને વધારે પુછપરછ હાથ ધરી છે.
ક્રિપ્ટો કરન્સીના ઓઠા હેઠળ આખા વિશ્વને છેતરવાનું હબ બન્યું સુરતનો વરાછા વિસ્તાર, ચીટરોએ કર્યુ આ કામ
સુરત : (Surat) ક્રિપ્ટો કરન્સીમાં (Cryptocurrency) સુરત પોલીસના (Police) પાપે એક હજાર કરોડ કરતા વધારેનું ઊઠમણું (Cheating) ચીટરોએ કર્યુ છે. તેમાં જે ચોંકાવનારી વિગત છે તેમાં ક્રિપ્ટો કરન્સીના નામે પંદર દિવસમાં 100 ટકા નાણા એટલે કે ડબલ કરવાની લાલચમાં હજારો પરિવારો ફસાયા છે. તેમાં પંદર દિવસમાં ડબલ આપતી સીજે (CJ) અને જી9 (G9) નામની સ્કીમોમાં (Scheme) પ્રોપર્ટી અને ઘરેણાં ગીરવે મૂકનાર લોકો ભેખડે ભેરવાયાં છે. તેમાં વરાછા વિસ્તારમાં ચોક્કસ ગેંગ આખા ભારત અને વર્લ્ડને છેલ્લા પાંચ વર્ષથી છેતરી રહી છે.
આ ગેંગ માત્ર સુરતમાંથી એક હજાર કરોડ રૂપિયા લોકો પાસેથી ખંખેરી લીધા હોવાની ચર્ચા છે. રોજના બે થી પાંચ ટકા વ્યાજ તથા એક કલાકમાં એક ટકો વ્યાજની લાલચ આ સ્કીમોમાં અપાય છે. ક્રિપ્ટો કરન્સીના ઓઠા હેઠળ આખા વિશ્વને છેતરવાનું હબ હાલમાં વરાછા બની ગયુ છે. આ મામલે પોલીસની બ્રાન્ચીસ તમામ વિગતોથી વાકેફ હોવાની વાત છે પરંતુ પડદા પાછળ કરોડોના હપ્તાખોરીને કારણે આ ચીટરો છેલ્લા પાંચ વર્ષથી રોકડિયો ધંધો કરી રહ્યા છે.
આ રીતે કરાઇ છેતરપિંડી
સીજે અને જી9 નામની સ્કીમમાં દરરોજ પચાસ વખત એક સાથે સ્વીચ દબાવીને જાહેરાત જોવાની હતી તેમાં પચાસ વખત આ સ્વીચ મોબાઇલ પર ડાઉન લોડ એપ્લિકેશન પર ફેરવવામાં આવતા ચાર ટકા વ્યાજ મળતું હતું. જયારે ટ્રોલ 24 નામની સ્કીમમાં એક કલાકમાં સ્વીચ દબાવીને એક ટકો વ્યાજ આપવામાં આવતું હતું. તેમાં સીજે સ્કીમ છ મહિનાથી ચલાવવામાં આવી અને રાતોરાત ઉઠાવી લેવામાં આવી હતી. જયારે ટ્રોલ 24 નામની સ્કીમ દસ દિવસમાં બંધ કરવામાં આવી હતી.