Charchapatra

1000 કિલો વોટસની જગ્યાએ 1 કિલો વોટ હોય

તા. 17-4 ના ‘ગુજરાતમિત્ર’ના અંકમાંના છેલ્લા ખાના ઉપર, જમણી બાજુએ લખ્યું છે કે, ‘1000 કિલો વોટનો એક કલાક વપરાશ થાય તો એક યુનિટ વપરાય.’ અહિંયાં થોડાક સુધારાની જરૂર જેવું લાગે છે. 1000 WATTS વીજળીનો વપરાશ એક કલાક સુધી કરવામાં આવે તો એક યુનિટ વીજળી બળે છે. દા.ત. 100 WATTS ના એવા 10 બલ્બને એક કલાક બાળીએ, તો 100x10x1 = 1000 WATTS વીજળી બળે, જેને એક યુનિટ વીજળી બળી એમ કહેવાય. પેપરમાં લખ્યા મુજબ 1000 કિલો વોટ વીજળી એક કલાક બાળવામાં આવે તો 1000 યુનિટ વીજળી બળી એમ કહેવાય. અહિંયાં જે કિલો લખ્યું છે તે કિલો એટલે કે ટૂંકમાં ‘K’ કહેવાય છે. અને તેની વેલ્યુ 1000 ગણાય છે. દા.ત. 1000 ગ્રામને એક કિલો કહેવાય તે રીતે. 2000 માં વર્ષને માટે આમ ‘2Ky’ લખાય છે. ટૂંકમાં ‘K’ એટલે કિલો અને એની વેલ્યુ ‘1000’ ગણાય છે.
સુરત     – બાબુભાઇ નાઇ આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top