વરસાદની મોસમને ખૂબસૂરત મોસમ ગણવામાં આવે છે. ઓછી ગરમી, વાતાવરણમાં ઠંડક, ચારે બાજુ હરિયાળી… પરંતુ બીજી બાજુ આ ઋતુમાં વાળને નુકસાન પણ થાય છે. તમે નોટિસ કર્યું હશે કે મોનસુનમાં સામાન્ય કરતાં વધારે વાળ ઊતરે છે, પરસેવા અને વધારે ભેજને કારણે નાળમાં ખોડો પણ થાય છે. વાળ બેજાન થઈ જાય છે. વરસાદની મોસમમાં સ્કેલ્પ બહુ ઓઈલી થઈ જાય છે ત્યારે વાળને મજબૂત બનાવવા નેચરલ ટ્રીટમેન્ટ ફાયદાકરક છે. મેથીમાં એન્ટી ડેન્ડ્રફ અને એન્ટી ઈન્ફલેમેટરી ગુણો છે જ્યારે લીંબુમાં વિટામિન સી અને લીમોનોઈડ્સ હોય છે જે જીવાણુઓ સામે અસરકારક છે.
- લીંબુનો રસ અને મેથીદાણાનો પાઉડર મિક્સ કરો.
- આ માસ્ક વાળમાં લગાડી 30 મિનિટ રાખો.
- ત્યાર બાદ માઈલ્ડ હર્બલ શેમ્પુથી વાળ ધુઓ.
મેંદી +સરસવનું તેલ
હર્બલ મેંદી તમારા વાળના દેખાવ માટે તો ફાયદાકારક છે જ પરંતુ એ વાળને પ્રોટેકશનનું લેયર પણ પૂરું પાડે છે. ઉપરાંત એમાં વાળને મજબૂત કરવાના ગુણો છે. વાળના મૂળમાં જઈ એ વાળને મજબૂત બનાવે છે. - એક કપ મેંદીનાં પાન લો.
- તેમાં 250 ML ઊકળતું સરસવનું તેલ મિક્સ કરો.
- તેલનો કલર બદલાય એટલે ઠંડું કરો.
- ગાળીને વાળમાં લગાડો.
- 1/2 કલાક બાદ વાળમાં બરાબર મસાજ કરી માઈલ્ડ શેમ્પુથી વાળ ધુઓ.
લીમડો + હળદરની પેસ્ટ
એન્ટી ઓક્સિડન્ટ હોવા ઉપરાંત આ માસ્ક એન્ટીમાઈક્રોબિયલ પણ છે. એ કીટાણુઓ સામે લડવા અને ખોડો, ઈન્ફલેમેશન અને વાળમાં ખંજવાળ જેવી વાળની તકલીફોમાં ફાયદાકારક છે. - લીમડાનાં તાજાં પાન અને હળદર વાટી પેસ્ટ કરો.
- આ પેસ્ટથી વાળમાં મસાજ કરી 20-30 મિનિટ રહેવા દો.
- શેમ્પુ કર્યા બાદ કન્ડિશનર લગાડો.
દહીં + એલોવેરા
એલોવેરા જેલ ઈરીટેટેડ અને ખંજવાળ આવતી સ્કેલ્પમાં રાહત આપે છે અને દહીંનું લેક્ટિક એસિડ વાળને એક્સફોલીએટ કરે છે. આ માસ્ક લગાડવાથી વાળના મૂળમાં લાગેલો મેલ અને કચરો દૂર થાય છે અને વાળ લસ્ટરસ બને છે.
- તાજી એલોવેરા જેલને જરૂરી માત્રામાં દહીં સાથે મિક્સ કરો.
- આ પેસ્ટ વાળ અને માથામાં લગાડી સુકાય ત્યાં સુધી રહેવા દો.
- માઈલ્ડ, ફેગરન્સ ફ્રી શેમ્પુથી વાળ ધોઈ નાખો.
- એલોવેરાને 30 મિનિટ પલાળી રાખો. ત્યાર બાદ તેમાંથી જેલ કાઢો.
- લીમડાનાં પાન વાટી એમાં એલોવેરા જેલ મિક્સ કરો.
- આ માસ્કને વાળના મૂળથી વાળની ટિપ સુધી લગાડો.
- 1/2 કલાક બાદ માઈલ્ડ શેમ્પુથી વાળ ધુઓ.
- આ માસ્કથી માત્ર વાળની ફ્રિઝિનેસ જ નહીં પરંતુ સ્કેલ્પ સાથે જોડાયેલી સમસ્યા પણ દૂર થઈ જશે.
દહીં + મુલતાની માટી + ત્રિફળા વાળ ખરતા હોય તો આ હેર માસ્ક ફાયદાકારક છે.
એક કટોરી દહીં, 4 ટેબલસ્પૂન ત્રિફળા ચૂર્ણ, 4 ટેબલસ્પૂન મુલતાની માટી અને 1/2 લીંબુનો રસ મિક્સ કરો. આ મિશ્રણ આખી રાત રહેવા દો.
સવારે આ પેસ્ટ વાળના મૂળમાં લગાડો.
એક કલાક બાદ પાણીથી વાળ ધુઓ.