Charchapatra

શિક્ષણ વિભાગ તેનો ઉદ્દેશ ચરિતાર્થ કરી શક્યો છે?

હાલ ખૂબ જ ચોંકાવનારા સમાચાર વાંચવા મળ્યા, જે અમેરિકામાં ભારતમાંથી દર વર્ષે હજારો વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ માટે લાખો રૂપિયા ખર્ચીને જાય છે. તે અમેરિકામાં ટ્રમ્પે શિક્ષણ વિભાગને સંપૂર્ણ બંધ કરવાનો વિચાર કર્યો અને તે આદેશ પર હસ્તાક્ષર પણ કરી દીધા. જેનું મુખ્ય કારણ આપતા તેમણે કહ્યું કે અમેરિકાના 70% બાળકોને સારી રીતે વાંચતા પણ નથી આવડતું. આ વિભાગ જે ઉદ્દેશ્ય સાથે સ્થાપિત કરવામાં આવ્યું હતું તે ચરિતાર્થ કરવામાં શિક્ષણ વિભાગ નિષ્ફળ ગયું છે તો લાખો લાખો ડોલર ખર્ચી શા માટે તે ચાલુ રાખવું જોઈએ? આપણા ભારતના પરિપ્રેક્ષ્યમાં વિચારીએ તો શું ભારતનું શિક્ષણ વિભાગ તેના ઉદ્દેશ્ય પરિપૂર્ણ કરી શક્યું છે? અનેક રિપોર્ટ મુજબ ભારતની સ્થિતિ પણ આ બાબતે ખૂબ નબળી છે.

શિક્ષણ વિભાગ તો માત્ર વહીવટી પરિપત્ર અને ડેટા કલેક્શન સેન્ટર જેવો જ થઈ ગયો છે. દબાયેલા સ્વરે ત્યાં ભ્રષ્ટાચારની પણ વાતો સંભળાય છે. લગભગ દરેક રાજ્યમાં પ્રાથમિક શિક્ષણ ખૂબ જ ઉતરતી કક્ષાનું જોવા મળે છે. કેટલીક જગ્યાએ શિક્ષકોની ઘટ છે કેટલીક જગ્યાએ શાળાનું બિલ્ડિંગ નથી, જો બધું હોય તો શિક્ષકોને સરકારની અન્ય કામગીરીમાં ખોટી રીતે રોકવામાં આવે છે અને શિક્ષણ નખ્ખોદ વાળવામાં આવે છે. ખાનગી સંસ્થાઓ દ્વારા થતી ખુલ્લી લૂંટ આ શિક્ષણ વિભાગ ધૃતરાષ્ટ્રની જેમ સ્વીકારે છે. તો આપણા ભારતના શિક્ષણ વિભાગ બાબતે આપનો શું મત છે?
નવસારી – શ્રુતિ આહીર– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

ધાર્મિક સ્થળો હવે પર્યટનોમાં ફેરવાઈ રહ્યાં છે
સરકારે પણ આવા સ્થળ ઈન્ફ્રાસ્ટ્રકચર પર ખાસ ધ્યાન આપ્યું છે. શ્રધ્ધાળુઓ અને ભક્તો પર વિશેષ ધ્યાન આપ્યું છે. તેઓની સુવિધા માટે અદ્યતન ટેન્ટો પણ રાખવામાં આવે છે. અહીં પણ હેન્ડ ડીલીવરીની વ્યવસ્થા થઈ છે. અહીં પણ ટેન્ટમાં પણ ટાવર તેમજ મોબાઈલ ચાર્જરની વ્યવસ્થા કરવામાં આવી છે. ચટાકેદાર સ્વાદરસિયાઓ પણ ખાણીપીણીના ખૂમચે ટોળે વળતાં થયાં છે. સરકાર પણ રાજ્ય સરકારને આર્થિક લાભ થાય તે માટે પાણી અને વીજળીની આગોતરા વ્યવસ્થા કરવામાં આવે છે. લકઝરી બસોમાં પણ ઓછા વાહન ખર્ચે પર્યટકો માટે વિશેષ સુવિધા ઊભી કરવામાં આવે છે.
અડાજણ          – અનિલ શાહ      – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top