કેન્દ્ર સરકારે બે હજાર રૂપિયાની નોટ પરત ખેંચી લેવાનો નિર્ણય કર્યો અને 30મી સપ્ટેમ્બર સુધીમાં બેંકમાં કોઈ પણ ખાતુ ન હોય તો પણ જમા કરાવી રોકડા રૂપિયા લઈ લેવા તેવી જાહેરાત કરી હતી. અહીં નવસારીમાં એક એસબીઆઈ બેંક લોકો પાસેથી બે હજાર રૂપિયાની નોટ લઈને રોકડા રૂપિયા આપ્યા. રોજ 10 નોટ બે હજાર રૂપિયાની લઈ જનારને ખાતુ ન હોય તો પણ રોકડા રૂપિયા એક એસબીઆઈ બેંકે લોકોને આપ્યા અને હવે એ બેંકના અધિકારીઓ કહે છે ખાતામાં જમા કરાવો. તો શું હવે ખાતુ ન હોય તો પણ બે હજારની નોટ લઈને રોકડા રૂપિયા આપી દો’ એ નિયમ દૂર થયો છે? જે હોય તે સરકારે એ અંગે સ્પષ્ટતા કરવી જોઈએ. અને જેઓને ખાતા વિનાના લાખો કરોડો રૂપિયા બે હજારની નોટ આપી લઈ ગયા તેનું શું? શું એકને ખોળ અને એકને ગોળ.
નવસારી – મહેશ નાયક– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
અનુલોમ-વિલોમ
આઝાદી પહેલાં મૌતીઓએ અન્ય બારતની રિયાસતોની માફક પ્રજા પરિષદની સ્થાપના કરી હતી. મૈતી રાજા સામે આંદોલન કરીને માગણી કરી કે રિયાસતમાં લોકતંત્ર દાખલ કરવામાં આવે, શિક્ષણ રાજકારણ અર્થકારણ એમ દરેક મોરચે મૈતી અગ્રેસર છે. જો કોઈ દરેક બાબતે હાંસિયામાં છે. તે પહાડોમાં વસતા આદિવાસી છે. બ્રાહ્મણોની સ્થિતિ એવી છે કે તેઓ ઈચ્છે તો પણ નીચે ઊતરી શકતાં નથી. દલિતો ઈચ્છે તો પણ ઉપર ચડી શકતા નથી. જ્યારે મણિપુરની મેતી કોમ ઈચ્છે છે કે તેમને અનુસૂચિત આદિવાસી કોમ તરીકે માન્યતા મળે કારણ કે શિક્ષણ ને નોકરીમાં નહીં તેમાતો અગ્રેસર છે. પણ જંગલમાં જમીન ખરીદવા માટે જંગલમાં રહેતા આદિવાસીઓ સિવાય કોઈ માલિકીહક ધરાવી શકે નહીં. કાશ્મીરનો આર્ટિકલ 370 અને 371 વિશેષ જોગવાઈ માત્ર કાશ્મીરને જ આપવામાં આવી છે. એવું નથી, પણ મણિપુરમાં આવું છે. વળી ત્યાંની ભાષા મૈતી છે. જેને આજકાલ મણિપુર તરીકે ઓળખવામાં આવે છે. મૈતી ભાષાની લિપિ છે. મૈતીભાષા સુધર આંદોલન ચાલી રહ્યું છે. આમ આવો લાભલક્ષી અનુલોમ વિલોમનો ખેલ અનેક દાયકાઓથી ચાલી રહ્યો છે. શાસકો અત્યાર સુધી હળવે હલેસે કામ લેતા હતા. પણ વર્તમાન હિંદુત્વવાદી સરકાર ઈચ્છે છે કે પ્રાર્થતા હિંદુઓ ખ્રિસ્તી બહુલ આદિવાસીઓના જંગલમાં પ્રવેશે અને જમીન ઉપર કબજો કરે એટલે તોફાનોમાં 65 જણનાં મૃત્યુ થયાં. છતાં પણ વડાપ્રધાન અને ગૃહપ્રધાન કર્ણાટકમાં ચૂંટણી પ્રચાર કરવામાં મશગૂલ રહ્યા. આ ખતરનાક ખેલ છે અને અનુલોમ વિલોમનું રાજકારણ તો આગ સાથે રમત જેવું છે? જય અનુલોમ વિલોમ.
ગંગાધરા -જયમિયતરામ શર્મા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.