Charchapatra

સુરતનું જમણ ભેળસેળીયું થયું છે?

સુરતનું જમણ અને કાશીનું મરણ એમ કહેવાય છે. પણ છેલ્લાં ઘણા વખતથી સુરતનાં ક્વોલીટી ફુડ મળવું મુશ્કેલ થઈ ગયું છે. જ્યા જુવો તા ભેળસેળ. સુરતની જુની પેઢીઓ જે છે તે હજું પણ ક્વોલીટી ફુડ પીરસે છે. પણ તેની સામે આજે ચૌરને ચૌટે નવા રેસ્ટોરન્ટ, ફાસ્ટફુડ કોર્નર, ડેરીમાં મળતું ચીઝ-પનીર-ઘી ભેળસેળવાળુ, આઈસ્ક્રીમ પાર્લર, આઈસ ગોળા વાળા માં ભેળસેળ અરે રોજીંદા ખાવાના મસાલામાં પણ ભેળસેળ એટલે હદ થઈ ગઈ. આપણે શું ખાઈ રહ્યા છે તેમનું આપણને ભાન નથી. ખાદ્ય પદાર્થ સાથે ચેડા કરે તેનું લાઈસન્સ કાયમ માટે રદ કરો અને જેલ ભેગો કરો.

જો કે કેટલાનાં લાયસન્સ છે ? તંત્રએ આંખ લાલ કરવી પડશે. સુરતમાં પાણીપુરી વાળો રસ્તા પર વેચે છે તે ક્યું પાણી વાપરે છે તે તમને ખબર છે ? આઈસ ગોળાવાળો તમારી સોસાયટીમાં આવે છે. તમારા છોકરાઓને તમે ખવડાવો છે તે ક્યો કલર વાપરે છે ? આપણને જ જાગવું પડશે નહીંતર આ ખાદ્ય પદાર્થ ખાઈને આપણે હોસ્પીટલ ભેગા થવું પડશે. ખાદ્ય પદાર્થ એકસ્પાયર ડેઈટ જોયા વગર નહીં ખરીદો તમે જો સચેત રહેશો તો જ આ ભેળસેળીયા અને ખાદ્ય પદાર્થ સાથે ચેડા કરનારને આપણે પકડી શકીશું.
સુરત     – તુષાર શાહ– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top