જાપાનની મુલાકાત લીધા પછી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ચીનના તિયાનજિનમાં શાંઘાઈ કો-ઓપરેશન ઓર્ગેનાઇઝેશન સમિટમાં હાજરી આપી. ૨૦૨૦ના ગલવાન અથડામણ પછી તેમણે પહેલીવાર ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરી. તેમણે સમિટ દરમિયાન રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે પણ મુલાકાત કરી હતી. મોદીની આ વાતચીત અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારતીય ઉત્પાદનો પર ભારે ટેરિફ લાદવા અને તેમના સહાયકો દ્વારા રશિયા પાસેથી તેલ ખરીદવા બદલ ભારતની ટીકાની પૃષ્ઠભૂમિમાં થઈ છે.
મોદીની શી જિનપિંગ સાથેની ચર્ચાએ ભારત અને ચીન વચ્ચે લાંબા સમયથી ચાલતા મુદ્દાઓને ઉકેલવાના એક નવા પ્રયાસને ચિહ્નિત કર્યો છે. બીજી બાજુ, પુતિન સાથેની મોદીની વાતચીતમાં બંને નેતાઓ વચ્ચે ઉચ્ચ તાલમેળ જોવા મળ્યું, જે દર્શાવે છે કે ભારત અને રશિયા શ્રેષ્ઠ ભાગીદારો બની રહેશે. એસસીઓ સમિટમાં ભારતે મોટી રાજદ્વારી સફળતા મેળવી. બધા સભ્ય દેશોએ ૨૨ એપ્રિલ, ૨૦૨૫ના રોજ પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાની સખત નિંદા કરી. મોદી, પુતિન અને શી જિનપિંગ- ત્રણેયની એકસાથે ઉપસ્થિતિ- ટ્રમ્પને એ વાતને લઈને ચિંતિત કરી રહી છે કે ત્રણેય દેશો તેમની નીતિઓનો સામનો કરવા માટે શું કાવતરું ઘડી રહ્યા છે.
એમ કહી શકાય કે ટ્રમ્પે ત્રણેય દેશોને તેમના સંબંધોને ફરીથી સુધારવા માટે મજબૂર કર્યા છે. તિયાનજિન ઘોષણાપત્રમાં મોદીના એ સંદેશનો પણ પડઘો પડ્યો કે ‘આતંકવાદ સામેની લડાઈમાં બેવડાં ધોરણો અસ્વીકાર્ય છે.’ સભ્ય દેશોએ પહેલગામ આતંકવાદી હુમલાના ભોગ બનેલા લોકોના પરિવારો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી અને ભારપૂર્વક જણાવ્યું કે, આવાં કૃત્યોના ગુનેગારો, આયોજકો અને પ્રાયોજકોને જવાબદાર ઠેરવવા જોઈએ. નિશ્ચિતપણે, ટ્રમ્પ દ્વારા શરૂ કરવામાં આવેલી ઊથલ-પાથલને કારણે ભારતે તેના મહા-શક્તિ સંબંધોને નવી દિશા આપવા માટે એક મહત્ત્વપૂર્ણ રાજદ્વારી પ્રયાસ શરૂ કર્યો છે. આપણે એ ન ભૂલવું જોઈએ કે, ચીન જતા પહેલા મોદી જાપાન સાથેના સંબંધોને વધુ ગાઢ બનાવવા માટે ટોક્યો ગયા હતા. શી જિનપિંગ સાથે મોદીની વાતચીત ભારત-ચીન સંબંધોમાં એક મહત્ત્વપૂર્ણ ક્ષણ છે.
આ સમિટ તસવીરો ખેંચાવવા કરતાં વધુ હતી. ભારત અને ચીન વચ્ચે ૨૦૨૦માં ગલવાન ખીણમાં થયેલો સંઘર્ષ ૪૦ વર્ષોમાં સૌથી ભીષણ સરહદ અથડામણ હતી, જેના પરિણામ સ્વરૂપ બંને પક્ષોના સૈનિકોનાં મોત થયાં હતાં. આ ઘટનાએ તણાવમાં તીવ્ર વધારો કર્યો હતો અને દ્વિપક્ષીય સંબંધોને ઐતિહાસિક નીચા સ્તરે પહોંચાડ્યા. આ પૃષ્ઠભૂમિમાં મોદીની આ મુલાકાતને બંને રાષ્ટ્રો વચ્ચે એક નવા રાજદ્વારી પ્રકરણની શરૂઆત તરીકે જોવામાં આવી રહી છે. જેમાં સૈનિકોને પાછળ હટાવવાની વાટાઘાટો ધીમે-ધીમે આગળ વધી રહી છે અને બંને બાજુ સરહદી માળખાગત સુવિધાઓનું નિર્માણ ચાલુ છે.
શું મોદી અને શી જિનપિંગ સંબંધોને ફરીથી પાટા પર લાવી શકે છે? નિષ્ણાતો માને છે કે, સરહદ વિવાદનો પડછાયો રાતોરાત અદૃશ્ય થવાની શક્યતા નથી. જોકે, વર્ષોના મૌન પછી સામ-સામે વાતચીત વિશ્વાસ-નિર્માણનાં પગલાં માટે તક પૂરી પાડે છે. વિશ્લેષકો કહે છે કે, મોદીની મુલાકાત તાત્કાલિક સફળતાઓ વિશે ઓછી અને સંવાદના નવા રસ્તાઓ ખોલવા વિશે વધુ છે. જો યુક્રેન-રશિયા યુદ્ધ સમાપ્ત થાય તો પરિસ્થિતિ જરૂર બદલાશે. આ સાથે રશિયા અને ચીન પણ ટ્રમ્પ સાથે ફરીથી વાતચીત કરશે. તેવી જ રીતે, ભારતે અમેરિકા માટે પોતાના દરવાજા બંધ કર્યા નથી. તેવી જ રીતે, અમેરિકા પણ વેપાર સંબંધી મુદ્દાઓ ધીમે ધીમે ઉકેલાઈ ગયા પછી મોદી સાથે સંબંધો ફરી શરૂ કરવાની કોશિશ કરશે.
દુનિયા હજી પણ એ વાત પર ચર્ચા કરી રહી છે કે, ટ્રમ્પે ભારત પર સૌથી વધુ ટેરિફ કેમ લાદ્યો. અમેરિકાના લોકો એ વાતને લઈને ચિંતિત છે કે, ટેરિફ લાગુ થયા પછી ભારતીય વસ્તુઓ વધુ મોંઘી થશે. ટ્રમ્પના સલાહકારો આગમાં ઘી હોમવાનું કામ રહ્યા છે. તેમના વેપાર સલાહકાર પીટર નાવારોએ રશિયા-યુક્રેન સંઘર્ષને ‘મોદીનું યુદ્ધ’ ગણાવી દીધું. તેમના અન્ય નજીકના સલાહકારો યુએસ નેશનલ ઇકોનોમિક કાઉન્સિલના ડિરેક્ટર કેવિન હેસેટે ભારત પર અમેરિકન ઉત્પાદનો માટે તેના બજારો ખોલવામાં ‘હઠીલું’ વલણ અપનાવવાનો આરોપ લગાવ્યો. તેમાં કોઈ શંકા નથી કે, ટ્રમ્પ પાસે ભારતીય ઉત્પાદનો પર વધારાનો ટેરિફ લાદવાનું કોઈ વાસ્તવિક કારણ નથી. રશિયન તેલની ખરીદીને એક બહાના તરીકે દર્શાવવામાં આવી રહ્યું છે. ટ્રમ્પે ખુદ સ્વીકાર્યું છે કે, યુક્રેન સંઘર્ષ માટે અમેરિકા શસ્ત્રો વેચીને નફો કમાઈ રહ્યું છે.
નિષ્ણાતોએ ટ્રમ્પ અને મોદી વચ્ચેના અણબનાવનાં ચાર મુખ્ય કારણો આપ્યાં છે. પહેલું કારણ: જુલાઈ ૨૦૧૯માં જ્યારે તત્કાલીન પાકિસ્તાની પીએમ ઇમરાન ખાન અમેરિકા ગયા હતા ત્યારે ટ્રમ્પે તેમને કહ્યું હતું કે, મોદીએ તેમને કાશ્મીર પર મધ્યસ્થી કરવા કહ્યું છે. મોદીએ ટ્રમ્પની ટિપ્પણી પર નારાજગી વ્યક્ત કરી હતી અને વ્હાઇટ હાઉસને સ્પષ્ટપણે જણાવી દીધું હતું કે, ભારત કાશ્મીર મુદ્દાના ઉકેલ માટે કોઈપણ ત્રીજા પક્ષની ભૂમિકા સ્વીકારશે નહીં.
બીજું કારણ: યુએસ રાષ્ટ્રપતિની ચૂંટણી દરમિયાન મોદીએ બંને ઉમેદવારો- ટ્રમ્પ અને કમલા હેરિસને મળવા માટે સમય માંગ્યો હતો. ટ્રમ્પે તેમને સમય આપ્યો હતો અને તેમણે તેમની એક રેલીમાં આ જાહેરાત કરતાં કહ્યું હતું કે, મોદી તેમને મળવા આવી રહ્યા છે, પરંતુ છેલ્લી ઘડીએ કમલા હેરિસે પીછેહઠ કરી હતી. મોદીને લાગ્યું કે ફક્ત એક જ પક્ષના ઉમેદવારને મળવું મૂર્ખામીભર્યું રહેશે. તેમણે ટ્રમ્પ સાથેની તેમની મુલાકાત રદ કરી દીધી અને ટ્રમ્પને એ વાતનું ખોટું લાગ્યું.
ત્રીજું કારણ: ટ્રમ્પે ૪૨ વખત દાવો કર્યો હતો કે, તેમણે ભારત-પાકિસ્તાન યુદ્ધવિરામમાં મધ્યસ્થી કરી હતી. ભારતે ઘણી વખત સ્પષ્ટતા કરી છે કે, પાકિસ્તાનની વિનંતી પર યુદ્ધવિરામની ઓફર સ્વીકારવામાં આવી હતી, પરંતુ ટ્રમ્પ સાંભળવા તૈયાર ન હતા.
ચોથું કારણ: ટ્રમ્પ અને મોદી જી-૭ સમિટ દરમિયાન કેનેડામાં મળવાના હતા, પરંતુ ટ્રમ્પ સમિટ અધવચ્ચે છોડીને અમેરિકા પાછા ફર્યા હતા. તેમણે મોદીને ફોન કર્યો અને તેમને વ્હાઇટ હાઉસ આવવાનું આમંત્રણ આપ્યું. તે જ સમયે, પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનીર ટ્રમ્પને વ્હાઇટ હાઉસમાં રાત્રિ ભોજન માટે મળવાના હતા. સ્વાભાવિક રીતે, મોદીએ ટ્રમ્પનું આમંત્રણ નકારી કાઢ્યું. આનાથી ટ્રમ્પ મોદીથી ખૂબ નારાજ થયા હતા.
એક વાત સ્પષ્ટ છે. ટ્રમ્પની ભારત સાથેની સમસ્યા ફક્ત ભારત દ્વારા રશિયન તેલ ખરીદવાને કારણે નથી. અમેરિકા અને યુરોપિયન દેશો હજી પણ યુક્રેનને મોટાપાયે ટેકો આપી રહ્યા છે. રશિયા પાસેથી ભારતની તેલ ખરીદી અન્ય દેશોની તુલનામાં જથ્થા અને મૂલ્ય બંનેમાં ઓછી છે. ટ્રમ્પની આ સમસ્યાએ અસીમ મુનીરને પોતાનો મિત્ર બનાવી લીધો અને તેણે યુદ્ધવિરામના મુદ્દાને ટેરિફ વિવાદમાં સામેલ કરીને મોદીને શરમજનક સ્થિતિમાં મૂકવાનું પસંદ કર્યું.
કદાચ આ જ કારણસર તેણે ભારત પર સૌથી વધુ ટેરિફ લાદ્યો અને દેશ સાથેની પોતાની જૂની મિત્રતાને ધ્યાનમાં લીધી નહીં. બીજી તરફ, ટ્રમ્પે ચીનને છૂટછાટો આપી, જેને તે અમેરિકાનો સૌથી મોટો હરીફ માનતા હતા. ભારતે ટ્રમ્પની ધમકીઓ સામે શરણાગતિ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે. મોદીએ અમેરિકાની માગણીઓ સામે ઝૂકવાનો ઇનકાર કર્યો છે. કોઈ પણ અમેરિકન રાષ્ટ્રપતિએ ક્યારેય આવું કર્યું નથી. હવે તો અમેરિકનો પણ કહી રહ્યા છે કે, ટ્રમ્પ ફક્ત એક વેપારી છે, એક સોદાબાજ છે. એટલા માટે ભારતે ટ્રમ્પ સાથે વ્યવહાર કરવાના નવા રસ્તાઓ અને પદ્ધતિઓ શોધવી પડશે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.