Madhya Gujarat

ગોધરા પશ્ચિમ એક્સપ્રેસ ટ્રેનમાંથી હરિયાણાનો શખ્સ ૧.૧ર કરોડના મુદ્દામાલ સાથે ઝડપાયો

ગોધરા : ગોધરા શહેરના રેલવે મથક ખાતે પશ્ચિમ એક્સપ્રેસ ટ્રેનમાંથી હરિયાણા રાજયનો નો એક ઇસમ રૂ.૭૭,૭૯,૯૦૦ ની રોકડ  તેમજ રૂ.૩૪,૪૦,૮૫૦ ના સોના ચાંદીના દાગીના સાથે ઝડપાઇ જવા પામ્યો છે.આમ રેલવે પોલીસે હરિયાણાના ઇસમ પાસેથી રૂ.૧,૧૨,૨૦૭૫૦ નો મુદ્દામાલ જપ્ત કરીને વધુ તપાસ ના ચક્રો ગતિમાન કર્યા હતા.. ગોધરા રેલવે પોલીસ દ્વારા સોમવારના રોજ રેલવે મથક ખાતે  પશ્ચિમ એક્સપ્રેસ ટ્રેનમાંથી હરિયાણા રાજયનો પંચઝોલા,સેકટર/૨૧ નો પીયૂષભાઈ વિષ્ણુભાઈ ગર્ગ ની બે ટ્રાવેલિંગ બેગો સાથે ધરપકડ કરી છે.

ગોધરા રેલવે પોલીસના પી.એસ.આઇ.ઓ.આઇ.સિદી તેમજ અન્ય પોલીસ સ્ટાફ દ્વારા બે બેગો ની તપાસ કરતા તેમાંથી એક બેગમાંથી રૂ.૭૭,૭૯,૯૦૦ રોકડા(ભારતીય ચલણી નોટો) મળી આવ્યા હતા.જ્યારે બીજી બેગમાં તપાસ કરતા કપડાં ની નીચેથી સોના ચાંદીના ઘરેણાં રૂ.૩૪,૪૦,૮૫૦ મળી આવ્યા હતા.આમ પોલીસે કુલ રૂ.૧,૧૨,૨૦૭૫૦ નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.આટલી મોટી રકમ જોઈ એક તબક્કે ગોધરા રેલવે પોલીસ પણ અચંબા માં પડી ગઈ હતી.ત્યારે રેલવે પોલીસ દ્વારા પિયુષ ગર્ગ ની તલસ્પર્શી પૂછપરછ કરતા આ રોકડ અને દાગીના કોને આપવાના હતા અને કોની પાસેથી લાવ્યો વગેરે તપાસ હાથ ધરવામાં આવી હતી. જ્યારે  રોકડ રકમ  અને સોના ચાંદીના દાગીના કોના છે,અને ક્યાં લઈ જવામાં આવી રહયા હતા. તે દિશા માં  તપાસ હાલ ચાલુ હોવાનુ  રેલ્વે પોલીસ પાસેથી જાણવા મળ્યુ છે. હાલ તો આ બનેલા બનાવ બાદ રેલવે પોલીસ હવે એક્શનમાં આવી ને ટ્રેનની અંદર મુસાફરી કરતા મુસાફરો ના લગેજ પર બાજ નજર રાખશે તો નવાઈ નહીં…

Most Popular

To Top