National

“અગ્નિવીરો” માટે હરિયાણા સરકારની મોટી જાહેરાત, પોલીસની ભરતીમાં મળશે આટલું આરક્ષણ

નવી દિલ્હીઃ ભારતીય સેનામાં અગ્નિપથ યોજના હેઠળ સેવા આપનારા અગ્નિવીરો માટે હરિયાણા સરકારે મોટી જાહેરાત કરી છે. અગ્નિપથ યોજના હેઠળ સેનામાં સેવા આપ્યા બાદ અગ્નિવીરો બાકીનું જીવન સારી રીતે વીતાવી શકે અને યોગ્ય કમાણી કરી શકે તે માટે હરિયાણા સરકારે સરકારી, અર્ધસરકારી નોકરીઓમાં અનામતની સાથોસાથ વિશેષ છૂટની જાહેરાત કરી છે.

હરિયાણાના મુખ્યમંત્રી નાયબ સિંહ સૈનીએ જાહેરાત કરતાં કહ્યું કે, અગ્નિવીરોને હરિયાણાં પોલીસ ભરતી અને માઈનીંગ ગાર્ડની ભરતીમાં આરક્ષણ આપવામાં આવશે. સૈનીએ 10 ટકા આરક્ષણની જાહેરાત કરી છે. આ ઉપરાંત ગ્રુપ સીમાં 3 વર્ષની છૂટ આપવામાં આવશે.

હરિયાણા સરકારે ગ્રુપ સી હોદ્દાઓ પર ભરતીમાં અગ્નિવીરો માટે 5 ટકા અનામતની જાહેરાત પણ કરી છે. જો અગ્નિવીરો ચાર વર્ષ બાદ પોતાનો ધંધો શરૂ કરવા માંગતા હોય તો તે માટે સરકાર રૂપિયા 5 લાખની વગર વ્યાજની લોન પણ આપશે એમ પોતાની એનાઉસમેન્ટમાં હરિયાણાના મુખ્યમંત્રીએ સૈનીએ વિશેષ ઉલ્લેખ કર્યો હતો.

અગ્નિપથ યોજનાનો સંસદમાં વિરોધ થયો હતો
હરિયાણા સરકારે આ જાહેરાત એવા સમયે કરી છે જ્યારે તાજેતરમાં જ સંસદમાં અગ્નિપથ યોજનાનો મુદ્દો ઉછળ્યો હતો. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકારની અગ્નિવીર યોજનાનો હવાલો આપતા કહ્યું હતું કે, હું અગ્નિવીરોના પરિવારોને મળ્યો છું. કેન્દ્ર સરકાર અગ્નિવીરોને શહીદનો દરજ્જો આપી રહી નથી. અગ્નીવર યૂઝ એન્ડ થ્રો મજૂરો જેવા છે. આ યોજના અંગે સૈનિકોના મનમાં સંશય છે. મોદી સરકાર આ જવાનોને શહીદ માનતી નથી. તેની પર રાજનાથ સિંહે જવાબ આપતા કહ્યું હતું કે, 158 સંગઠનોની સલાહ, સૂચન બાદ યોજના અમલમાં મુકવામાં આવી છે.

Most Popular

To Top