વડોદરા : ગુરુહરિ હરિપ્રસાદસ્વામીજી મહારાજના ૮૮ મા પ્રાગટ્ય ઉત્સવ નિમિત્તે વડોદરા ખાતે ગુરુભક્તિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યુ હતું. આ ગુરુભક્તિ મહોત્સવ માં સંતો અને ભક્તોને ગુરુ પ્રત્યે સુહદભાવનો ગુરુઅર્ધ્ય અર્પણ કરવાનો અવસર મળ્યો હતો. ત્યારે રવિવારે યોજયેલ મહોત્સવમાં ગુરુહરિ હરિપ્રસાદસ્વામીજી પ્રત્યે ગુરુભાવ પ્રકટ કરવા માટે દેશવિદેશથી હજારોની સંખ્યામાં ભક્તો ઉમટયા હતા અને ગુરૂભક્તિ મહોત્સવમાં શિસ્તબદ્ધ રીતે જોડાયા હતા. અઢી વર્ષ બાદ સોખડા સ્વામિનારાયણ મંદિર દ્વારા આટલા મોટા પ્રમાણમાં જાહેર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
સોખડા સ્વામિનારાયણ મંદિર ના ગાદીપતિ ગુરુહરિ પ.પૂ.હરિપ્રસાદ સ્વામીજી મહારાજના 88મા પ્રાગટ્ય પર્વ નિમિત્તે રવિવારે શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા આજવારોડ સરદાર એસ્ટેટ સામેના અનસૂયા લેપ્રસી મેદાનમાં ગુરુભક્તિ મહોત્સવ’ ની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં મોટી સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા.
મહોત્સવમાં સંતો મહંતો, મંત્રીઓ ધારાસભ્યો,રાજકીય પક્ષોના અગ્રણીઓ, શહેરના શ્રેષ્ઠીઓ સહિત વિવિધ ધર્મના અગ્રણીઓ હાજર રહ્યા હતા.દેશ વિદેશથી 70,000થી વધુ ભક્તો ગુરુભક્તિ મહોત્સવમાં ઉપસ્થિત રહ્યા હતા. અઢી વર્ષ બાદ સંસ્થા દ્વારા જાહેર કાર્યક્રમનું આયોજન કરાયું હતું. મહોત્સવ ગુરુહરિ પૂ.પ્રબોધજી સ્વામીની અધ્યક્ષતામાં યોજાયો હતો. તેમણે ગુરુભક્તિ પ્રદર્શિત કરતા ઉપસ્થિત ભક્તોને સ્વામીજીનો સંદેશો આપતા જણાવ્યું હતું કે, ગુરૂપદ સ્વીકાર્યા બાદ આ પ્રથમ જાહેર કાર્યક્રમમાં વિશાળ ભક્તોને સંબોધન કર્યું હતું.
મહોત્સવમાં ઉપસ્થિત ભક્તોને જણાવ્યું હતું કે સમાજમાં નાના મોટા દરેક વર્ગના વ્યક્તિને આત્મીયતાના એક પ્લેટફોર્મ પર લાવી ગુરુહરિ સ્વામીજીએ સમાજને સદૈવને માટે ઋણી બનાવ્યો. કોઈ આત્મીય બને કે ના બને પણ મારે આત્મીય બનવું જ છે એ જીવનમંત્ર પોતાના યોગમાં આવનાર સહુ કોઈનાય જીવનમાં પ્રસ્થાપિત કરતાં થકાં હજારો પરિવારોને આત્મીયતાના સેતુથી જોડ્યા હતા.