વડોદરા: સોખડા હરિધામ સ્વામીનારાયણ સંસ્થાના હરિપ્રસાદ સ્વામીએ સોમવારે રાત્રે પોતાનો દેહ છોડીને અનંતની યાત્રા એ પ્રયાણ કર્યું છે. આ સમાચાર સાથે તેમના વિશાળ ભક્ત ગણમાં શોકની લાગણી ફરી વળી છે. હરિપ્રસાદ સ્વામી હૃદયરોગથી પીડાતાં હતાં. તેમને વડોદરાની ભાઈલાલ અમીન હોસ્પિટલમાં રૂટિન ચેક અપ માટે સોમવારે દાખલ કરવામાં આવ્યાં હતાં જ્યા તેમની તબિયત લથડતા સારવાર શરૂ કરાઇ હતી.જોકે તેમણે અંતિમ શ્વાસ લીધા હતાં.સ્વામીજી અક્ષર નિવાસી થયાં હોવાની વાત વાયુવેગે ભક્તોમાં ફેલાતા દેશ વિદેશ ના હરિભક્તોમાં શોક વ્યાપ્યો હતો.
વહેલી સવારથી ગોરવા સ્થિત જે હોસ્પિટલમાં હરી પ્રસાદજીએ અંતિમ શ્વાસ લીધા છે ત્યાંથી લઇને સોખડા મંદિર સુધી જ્યાં જુઓ ત્યાં હરિ ભક્તો નજરે પડતા હતા. એક વાત ચોક્કસ નજરે પડતી હતી કે, તમામ જગ્યાએ હરિ ભક્તો એક દમ શિસ્ત બદ્ધ રીતે સ્વામીજીના પાર્થિવ દેહના અંતિમ દર્શનાર્થે જોવા મળ્યા હતા. હોસ્પિટલ બહાર હરિ ભક્તો ભાવુક થયા હતા. તો બીજી તરફ સોખડા મંદિર ખાતે સ્વામીજીના પાર્થિવ દેહને લઇ જવાના રસ્તા પર ગુલાબની પાંખડીઓ બિછાવવામાં આવી હતી. સ્વામીજીની અંતિમ દર્શને મોટી સંખ્યામાં દેશ વિદેશથી હરિ ભક્તો આવે તેવી શક્યતા છે. વ્યવસ્થા જળવાય તે માટે સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ કરી દેવામાં આવી છે.
ભાઈલાલ અમીન હોસ્પિટલ ખાતેથી 12.45 વાગે તેમના પાર્થિવ દેહને પુષ્પોથી આચ્છાદિત એમ્બ્યુલન્સમાં મૂકીને હોસ્પિટલ માંથી બહાર લાવવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં તેમજ હોસ્પિટલની બહાર શિસ્ત બદ્ધ રીતે ભક્તગણ અશ્રુભીની આંખે તેમના અંતિમ દર્શન માટે ઉભા હતા. હોસ્પિટલ થી શરૂ થયેલી તેમની અંતિમ યાત્રા સોખડા મંદિરે પહોંચી હતી. રસ્તામાં ઠેર ઠેર હરિ ભક્તો સજળ નયને તેમના દર્શને રાહય જોઈ રહ્યા હતા.
તેમની એમ્બ્યુલન્સ ગોરવા થી નીકળીને ગેંડા સર્કલ નિઝામપુરા , છાણી, થઈને સોખડા પહોંચી હતી રસ્તામાં ઠેર ઠેર હરિભક્તો હાથમાં પુષ્પો લઈને તેમના અંતિમ દર્શન માટે ઉભા હતા અને અશ્રુભર્યા નયને તેમના પર પુષ્પ વર્ષા કરીને તેમને અંતિમ વિદાય આપી રહ્યા હતા. ભક્તોએ તેમના પથ દર્શક અને ગુરુવર ગુમાવ્યાની લાગણી ફેલાઇ હતી. હરિપ્રસાદ સ્વામી મહારાજના નિધનના સમાચાર આવતા જ ભક્તોમાં ગમગીની છવાઈ ગઈ છે. હરિભક્તો ગઈકાલ રાતથી જ સોખડા મંદિર ખાતે આવવા ની શરૂઆત થઈ ગઈ હતી. સોખડા પંથક ની આસ પાસ રહેતા ભક્તો મોટી સંખ્યામાં સોખડા સ્વામિનારાયણ ખાતે મંદિર પહોંચ્યા હતા.અને તેમના ભગવાનની એક ઝલક મેળવવા માટે તત્પર બન્યા હતા.ભક્તો આંખો માંથી આંસું રોકી શક્યા ન હતા.
મંદિરની બહાર અનેક ભક્તો રડતા ચહેરે જોવા મળ્યા હતા. સોખડા મંદિરમાં સ્વામીજી ના પાર્થિવ દેહ ને સ્નાન કરાવીને અન્ય વિધિ પુર્ણ કર્યા બાદ કાચની ગાડીમાં મૂકીને મંદિર પરિસરમાં ઉપસ્થિત સંતો મહંતો,મંદિરના કર્મચારીઓ સહિત ભક્તોના દર્શનાર્થે ફેરવવામાં આવ્યોઃ હતો. સાથે મંદિરની બહાર રાહ તેમબી અંતિમ ઝલક જોવા માટે સવારથી ઉભરહીનેકરાહ જોતા હજારો હરિ ભક્તો ને પણ અંતિન દર્શન કરાવવા માટે મંદિરના દરવાજા બહાર લઈ જવામાં આવ્યા હતા. ત્યાર બાદ તેમના પાર્થિવ દેહને નિજ ગૃહે મંદિરમાં લઈ જવામાં આવ્યો હતો જ્યાં હરિભક્તોએ દર્શન કર્યા હતા.