ગાંધીનગર: પાટીદાર અનામત આંદોલનથી નેતાનું પદ મેળવનાર હાર્દિક પટેલ આજે ભાજપમાં જોડાઈ ગયો…પરંતુ તેના આ નિર્ણયથી પોતે જરૂરથી ખુશ હશે પરંતુ પાટીદારો તેના આ નિર્ણયનાં પગલે ક્યાંક ને ક્યાંક નાખુશ દેખાઈ રહ્યા છે. હાર્દિકનાં કેસરિયા ધારણ કરવા પર અને પાટીદાર નેતાઓ આગેવાનો પોતાની તીખી પ્રતિક્રિયા આપી રહ્યા છે.
હાર્દિક ભડક્યો તો પ્રવક્તાએ શાંત કર્યો
હાર્દિક પટેલે ભાજપમાં જોડાયા બાદ પત્રકાર પરિષદ સંબોધી હતી. જેમાં હાર્દિક પત્રકારોની વાત પર ગુસ્સે થતો જોવા મળ્યો હતો. હાર્દિકને પૂછવામાં આવેલા સવાલો પૈકી પાટીદાર આંદોલન વખતે સરકારી સંપત્તિને થયેલા નુકસાન મામલે પત્રકારે સવાલ પૂછાતાની સાથે જ હાર્દિક ભડકી ઉઠ્યો હતો અને બોલવા લાગ્યો કે મેં જાતે સળગાવ્યું હતું? આ બધુ અસામાજિક તત્વોએ કર્યું હતું તેવા જવાબો આપ્યા હતા. ત્યારબાદ ગુસ્સે થયેલા હાર્દિકને કાબુમાં લાગવા માટે ભાજપના પ્રવક્તાએ આગળીના ઇશારે હાર્દિકને શાંત રહેવા ઈશારો કર્યો હતો.
આંદોલન સમયે ભાજપના નેતાઓ તેમજ પ્રધાનમંત્રી મોદીને અને અમિત શાહ વિશે જેમતેમ શબ્દો બોલ્યા અને જનતા સાથે દ્રોહ કર્યો તો તેમની માફી માગવા માગો છો, એવા પત્રકારોના સવાલનો જવાબ આપતાં હાર્દિકે કહ્યું, હું જનતા માટે લડતો હતો. તેમણે માફી માગવાના મામલે સ્પષ્ટ ના પાડી દીધી હતી.