Gujarat

હાર્દિક પટેલની સરકારને ખુલ્લી ચેતવણી, 23 માર્ચ સુધીમાં પાટીદારો સામેના કેસ પાછા નહીં ખેંચાય તો..

ગાંધીનગર: પાટીદર આંદોલનને (Patidar movement) સમર્થન આપનાર અને કોંગ્રેસના (congress) કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલે (Hardik Patel) આજે પ્રેસ કોન્ફરન્સ કરીને આંદોલન સમયના કેસ પાછા ખેંચવાની માંગ કરી છે. ચેતવણી આપતા તેમણે કહ્યું કે, લાંબા સમય બાદ સરકાર સમક્ષ મારી વાત પહોંચાડવા માંગું છું. સરકાર પછી તેને વિંનતી સમજે કે ચેતવણી. તેમણે એમ આરોપ લગાવ્યો છે કે વિજય રૂપાણી મુખ્યમંત્રી (Vijay Rupani) બન્યા બાદ પાટીદાર વિરૂદ્ધના કેસ પાછા ખેંચાયા નથી. તેમણે કહ્યું કે આંદોલનના કેસ પરત ખેંચવા આવેદનો આપીશું. ધારાસભ્યો અને સંસદ સભ્યોનું સમર્થન માંગીશું. તેઓ નહીં આપે તો તેમના ઘરની બહાર ધરણાં કરીશું. નેતા કે પક્ષના આગેવાન તરીકે નહીં પણ સમાજના આંદોલનકારી તરીકે હું આ કહું છું. આંદોલન માત્ર પાટીદાર સમાજનું નહોતું, તમામ સમાજના લોકોને આંદોલનનો લાભ મળ્યા છે.

ભાજપ સાથે વાત કરીને કોઈ મતલબ નથી
પાટીદાર આંદોલનના કાર્યકર હાર્દિક પટેલે કહ્યું કે માર્ચ-2017 બાદ આનંદીબેન પટેલે કેસ પરત ખેંચવા કહ્યું હતું, કેસ પરત ખેંચવા સમાજના અગ્રણીઓ સાથે વાત કરી હતી. આનંદીબહેને 140 કેસ પરત ખેંચ્યા હતાં. પરંતુ વિજય રૂપાણી મુખ્યમંત્રી બન્યા બાદ કેસ પરત ખેંચાયા નથી. તેમણે કહ્યું કે હજૂ પણ 4થી5 હજાર પાટીદારો પર કેસ ચાલી રહ્યા છે. ભૂપેન્દ્ર પટેલેની આગેવાની હેઠળ ખોડલધામ પ્રમુખ નરેશ પટેલ સમક્ષ પણ કેસ પરત ખેંચવા માંગ કરાઈ હતી. અમે કેસો પરત ખેંચવા માટે આવેદન આપીશું. તેમજ ધારાસભ્યો અને સંસદ સભ્યોનું પણ સમર્થન માંગીશું. તેઓ સમર્થન નહીં આપે તો તેમના ઘરની બહાર ધરણા કરીશું.

23 માર્ચ સુધીમાં કેસ પરત નહીં લેવાય તો અમે આંદોલન કરશું
હાર્દિક પટેલે સરકારને ચેતવણી આપતા કહ્યું કે જો 23 માર્ચ સુધી નિર્ણય નહીં લેવાય તો અગાઉ જેવું આંદોલન ફરીથી કરવામાં આવશે. તેમણે આંનદોલનના ઉદાહરણ આપતા કહ્યું કે પદ્માવતી ફિલ્મના વિરોધ સમયે જે કેસ થયા ત્યારે પ્રદીપસિંહ ગૃહમંત્રી હતા, જેથી કેસ પરત ખેંચવામાં આવ્યા હતા. રાજસ્થાનમાં પણ અમારી સરકાર હતી તેથી ગુર્જર પર થયેલા કેસ પરત ખેંચ્યા છે. ભાજપ પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે સમાજના યુવાનોને ઘરબાર છોડીને લોકો માટે આંદોલન કર્યું, તેમના કેસ પરત ખેંચો. ભાજપ ચૂંટણી નજીક આવતાં જ સમાજના માણસને મુખ્યમંત્રી બનાવે છે.

ગુલાબ આપી સમર્થન માંગીશું, નહીં આપે તો ધરણાં કરીશું
હાર્દિકે કહ્યું કે માત્ર પાટીદાર સમાજને જ નથી લાભ મળ્યો અનેક સમાજના લોકોને પણ લાભ મળ્યો છે, જેમાં OBC, SC, ST સમાજના યુવાનોને લાભ મળ્યો છે. અમારી લડાઈ સત્યના માર્ગે હતી. ચૂટંણી આવી એટલે ચર્ચા નથી કરી. કોંગ્રેસ પાર્ટીના કાર્યકારી પ્રમુખ તરીકે રાજીનામું આપીને આંદોલન કરી શકું છું, સરકારથી ડરતો નથી.. સી આર પાટીલ પર કટાક્ષ રકતા કહ્યું કે સી.આર પાટીલ પ્રો પાટીદાર પોલિટિક્સ કરવા માગે છે. જેના પર કેસ થયા તેઓ વિદેશ નથી જઈ શકતા, સરકારી નોકરી નથી મળતી કેસ પરત ન ખેંચો તો હું ચૂંટણી ન લડી શકું. 23 માર્ચ સુધીમાં સરકાર નિર્ણય કરે, નહીં તો સરકાર આંદોલન માટે તૈયાર રહે. તેમણે ચેતવણી આપતા કહ્યું કે 1 માર્ચથી પાટીદાર યુવાનો ભાજપના ધારાસભ્યોને મળીને ગુલાબ આપી સમર્થન માગીશું, નહીં મળે તો તેમના ઘરની બહાર ધરણાં કરીશું.

Most Popular

To Top