ગુજરાતીમાં કહેવત છે, ‘ઉતાવળા સો બાવરા- ધીરા સો ગંભીર’ આ કહેવત હાર્દિક પટેલને હવે લાગુ પડે છે. કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષપદેથી હાર્દિક પટેલે રાજીનામું આપી દેતાં કોંગ્રેસમાં જાણે ભૂકંપ સર્જાયો છે. કેમ કે કોંગ્રેસની હાલત ‘બાર સાંધે ત્યાં તેર તૂટે’ જેવી છે. કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયેલા ધારાસભ્યોની હાલત ન ઘરના ન ઘાટના જેવી છે. હાર્દિક પટેલે રાજીનામું આપીને જે ઉતાવળ કરી છે તે ખરેખર રાજકીય આપઘાત જેવી પુરવાર થશે. છેલ્લા ઘણા સમયથી હાર્દિક પટેલ ભાજપના ઇશારે નાચી રહ્યો હતો. કોંગ્રેસ હાઇકમાન્ડની તારીફ કરે અને પ્રદેશ નેતાગીરીનો વખોડતો હતો. આમ કોંગ્રેસ હાઇકમાન્ડ તેની હકાલપટ્ટી કરે તે પહેલાં રાજીનામું પત્ર ટિવટર કરીને સોનિયા ગાંધીને મોકલી આપ્યો હતો, હાર્દિકની ઉંમર હજી નાની છે. રાજકીય ક્ષેત્રે બહુ મજલ કાપવાની છે. તે પહેલાં વગર વિચાર્યે જે પગલું ભર્યું છે તે રાજકીય આપઘાત જેવું છે, હાર્દિક ભાજપમાં જોડાય કે આપમાં જોડાય તેની મહત્ત્વાકાંક્ષા કદી પૂરી થવાની નથી.
તરસાડા – પ્રવીણસિંહ મહીડા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
હાર્દિક-પટેલ: ઉતાવળા સો બાવરા
By
Posted on