ભારતીય ટીમનો ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા છેલ્લાં કેટલાંય સમયથી ફિટનેસની સમસ્યાનો સામનો કરી રહ્યો છે. તાજેતરમાં યોજાઈ ગયેલા ટી-20 વર્લ્ડકપમાં ફિટનેસ મુદ્દે તેણે સખ્ત ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો. દિગ્ગજ ક્રિકેટર કપિલ દેવે ત્યાં સુધી કહી દીધું હતું કે, હાર્દિક બોલિંગ કરી શકતો નથી તો તેને ઓલરાઉન્ડર કહી શકાય નહીં. આ સાથે જ ટીમ ઈન્ડિયા દ્વારા હાર્દિકના વિકલ્પની શોધ આદરી દેવામાં આવી છે. રોહિત શર્માની કપ્તાનીમાં ન્યૂઝીલેન્ડ સામે રમાયેલી 3 ટી-20 મેચમાં હાર્દિકના સ્થાને વૈંકટેશ ઐય્યરને રમાડવામાં આવ્યો હતો. હવે હાર્દિક પંડ્યાએ એક ચોંકાવનારું નિવેદન કર્યું છે. હાર્દિકે કહ્યું કે, તે ટીમ ઈન્ડિયામાં નહીં રમે.
ભારતીય ટીમના (Indian Team) ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા(Hardik Pandya) છેલ્લા કેટલાક સમયથી ફિટનેસને(Fitness) લગતી સમસ્યાનો સામનો કરી રહ્યો છે અને તેણે હાલમાં આઇપીએલ(IPL)નો બીજો તબક્કો અને તે પછી રમાયેલા T-20 વર્લ્ડકપ દરમિયાન બોલિંગ (Bollowing) કરી નહોતી અને તેના કારણે ખાસ્સો વિવાદ થયો હતો, ત્યારે હવે હાર્દિક પંડ્યાએ જાતે જ ભારતીય ટીમના પસંદગીકારોને એવું કહી દીધું છે કે તેને હાલમાં ટીમમાં પસંદ કરવામાં ન આવે. તેણે પોતાનું બધું જ ધ્યાન ફિટનેસ મેળવવા પર કેન્દ્રિત કર્યું છે. આઈપીએલ અને વર્લ્ડ કપમાં દરમ્યાન સંપૂર્ણ રીતે ફિટ નહોવા છતાં તેની પસંદગી થઈ અને તે બંને ટૂર્નામેન્ટ રમ્યો હતો.
વર્ષ 2020-21માં યોજાયેલ T20 વર્લ્ડ કપમાં હાર્દિક પંડ્યાએ માત્ર બે મેચમાં માત્ર 4 ઓવર જ બોલિંગ કરી હતી. તેણે ગ્રુપ સ્ટેજની તમામ 5 મેચ રમી હતી, જેમાં તેણે ત્રણ ઇનિંગ્સમાં માત્ર 69 રન કર્યા હતા. સર્જરી બાદ પંડ્યા ભારત અને મુંબઈ ઈન્ડિયન્સ બંને ટીમો માટે બોલિંગ કરી શક્યો નથી. એક મીડિયા અહેવાલ અનુસાર હાર્દિક પોતાનું સંપૂર્ણ ધ્યાન ફિટનેસની સાથે પુરી ક્ષમતાથી બોલિંગ કરવા પર કેન્દ્રિત કર્યું છે અને તેથી જ તેણે પસંદગીકારોને પોતાને સમય આપવા જણાવ્યું છે. 2019માં પીઠના દુ:ખાવાના કારણે તેણે સર્જરી કરાવી હતી અને સર્જરી કરાવ્યા પછીથી હાર્દિક પંડ્યાએ બોલિંગ કરી નહોતી. T-20 વર્લ્ડકપમાં તેણે બે મેચ મળીને માત્ર ચાર ઓવર બોલિંગ કરી હતી અને એ દરમિયાન તે રિધમમાં જણાયો નહોતો. IPL 2021 સિઝનમાં હાર્દિકે 12 મેચ રમી જેમાં તેણે 14.11ની એવરેજથી માત્ર 127 રન જ બનાવ્યા. આ દરમિયાન હાર્દિકે માત્ર 5 સિક્સ અને 11 ચોગ્ગા માર્યા હતાં.