ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યા ફરી એકવાર પોતાના અંગત જીવનને કારણે ચર્ચામાં છે. તા.11 ઓક્ટોબર 2025ના રોજ તેણે માલદીવમાં પોતાની ગર્લફ્રેન્ડ અને મોડેલ માહિકા શર્મા સાથે પોતાનો 32મો જન્મદિવસ ઉજવ્યો હતો. હાર્દિકે સોશિયલ મીડિયા પર બંનેની રોમેન્ટિક બીચ તસવીરો અને વીડિયો શેર કર્યા. જે હવે વાયરલ થઈ રહ્યા છે.
હાર્દિક પંડ્યાએ પોતાના જન્મદિવસની ઉજવણીની ઝલક ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. જેમાં તે અને માહિકા શર્મા બીચ પર સાથે સમય વિતાવતા જોવા મળે છે. એક તસવીરમાં હાર્દિકનો હાથ માહિકાના ખભા પર છે અને બંને રેતી પર બેઠા હસતા દેખાય છે. બીજી તસવીરમાં બંને નાઇટ આઉટ માટે તૈયાર દેખાય છે.

હાર્દિક પંડ્યા તા. 10 ઓક્ટોબરે માહિકા સાથે એરપોર્ટ પર જોવા મળ્યો હતો. જ્યાં બંને મેચિંગ આઉટફિટમાં હતા. ત્યારબાદ બંનેએ પોતાના ઈન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પર માલદીવ વેકેશનની રોમેન્ટિક ઝલકો શેર કરી હતી. એક વીડિયોમાં બંને ખભે ખભો મિલાવીને બીચ પર ચાલતા જોવા મળે છે. બેકગ્રાઉન્ડમાં “Bitter Sweet Symphony” ગીત વાગતું હતું.
માહિકા શર્માની પોસ્ટ પણ વાયરલ
હાર્દિક સાથે માહિકાએ પણ પોતાના ઈન્સ્ટાગ્રામ પર બીચ વેકેશનની તસવીરો પોસ્ટ કરી હતી. એક ફોટામાં તે બીચ પર બાથરોબ પહેરી આરામ કરતી જોવા મળે છે. બંનેના આ પોસ્ટ્સ ફેન્સ વચ્ચે ભારે ચર્ચાનો વિષય બન્યા છે અને સોશિયલ મીડિયા પર તેમના રોમેન્ટિક ફોટા ધૂમ મચાવી રહ્યા છે.
કોણ છે માહિકા શર્મા?
હાર્દિક પંડ્યાની ગર્લફ્રેન્ડ માહિકા શર્મા એક મોડેલ અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર છે. હાલ 24 વર્ષની માહિકા ફેશન ઈન્ડસ્ટ્રીમાં એક ફેમસ નામ છે. તેણીએ 2024 ઇન્ડિયન ફેશન એવોર્ડ્સમાં “Model of the Year (New Age)” એવોર્ડ જીત્યો હતો. દિલ્હીથી અભ્યાસ પૂર્ણ કર્યા બાદ માહિકાએ ઇકોનોમિક્સ અને ફાઇનાન્સમાં ડિગ્રી મેળવી અને ત્યારબાદ મોડેલિંગ ક્ષેત્રમાં કારકિર્દી શરૂ કરી.