સુરત : (Surat) ત્રણ દિવસ પહેલા મહિલાને (Women) મોબાઇલમાં (Mobile) ફોન કરીને સેક્સની (Sex) માંગણી કરનાર લિંબાયતમાં રહેતા યુવકને પોલીસે પકડી (Arrest) પાડ્યો હતો. પકડાયેલા યુવકને 20 દિવસ પહેલા જ ભાગળ પાસેથી ડબ્બો ફોન મળ્યો હતો અને તે સીમકાર્ડના આધારે મહિલા પાસે બિભત્સ માંગણી કરતો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ, લિંબાયતમાં રહેતી એક પરિણીતાને છેલ્લા એકાદ મહિનાથી એક અજાણી વ્યક્તિ ફોન કરીને હેરાન કરી રહી હતી. આ મહિલાએ આખરે પોતાના પતિને જાણ કરીને ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે અજાણ્યો મહિલાને વારંવાર ફોન કરી હેરાન કરતો હતો, બિભત્સ ફોટા મોકલીને છેડતી કરતો હતો. આ મામલે લિંબાયત પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધીને જે મોબાઇલ ઉપરથી બિભત્સ માંગણી કરાઇ હતી. તે મોબાઇલ નંબરને ટ્રેસમાં નાંખીને તપાસ શરૂ કરી હતી.
- લિંબાયતની પરિણીતાને એક મહિનાથી અજાણ્યો ફોન કરી હેરાન કરતો હતો
- પોલીસે અમન સોસાયટીમાં રહેતા તન્વીર આલમ સમીરૂદ્દીન શેખને પકડ્યો
- ભાગળના રસ્તા પરથી મળેલા ફોનથી તન્વીર પરિણીતાને ફોન-મેસેજ કરતો
- તન્વીર સુરતના મદ્રેસામાં કામ કરતો હોવાનું તપાસમાં ખૂલ્યું
લિંબાયત ડિ-સ્ટાફના પીએસઆઇ હરેશ મસાણી અને પો.કો. યુવરાજસિંહને મળેલી બાતમીને આધારે તેઓએ લિંબાયતની અમન સોસાયટીમાં રહેતા તન્વીર આલમ સમીરૂદ્દીન શેખને પકડી પાડ્યો હતો. તપાસમાં તન્વીર મદ્રેસામાં કામ કરે છે, 20 દિવસ પહેલા તે ભાગળ તરફ ગયો હતો, ત્યાં રિક્ષામાંથી પડી ગયેલો એક સાદો મોબાઇલ ફોન મળી આવ્યો હતો. આ મોબાઇલ દ્વારા તેને લિંબાયતમાં રહેતી મહિલાના નંબર ઉપર મેસેજ અને ફોન કોલ કરીને બિભત્સ માંગણી કરી હતી, આટલે અટક્યું ન હતુ, તન્વીરે પોતાના એક સંબંધીનો એન્ડ્રોઇડ ફોન લઇને તેમાંથી વ્હોટ્સએપ શરૂ કરી દીધું હતુ અને મહિલાને બિભત્સ ફોટા મોકલીને સેક્સની માંગણી કરી હોવાનું કહ્યું હતું.
જે વ્યક્તિનો સાદો ફોન હતો તેને પણ મુંબઇ હોવાનું કહીને રમાડતો હતો
પોલીસના કહેવા પ્રમાણે જે વ્યક્તિનો સાદો ફોન ચોરાયો હતો, તેણે જે-તે સમયે પોલીસ ફરિયાદ કરી ન હતી. થોડા દિવસો બાદ તે વ્યક્તિએ પોતાના સીમકાર્ડ ઉપર ફોન કરતા ફોન શરૂ હતો. સામેથી તન્વીરે કહ્યું કે, હું મુંબઇ આવ્યો છું, તમારો ફોન મારી પાસે જ છે, સુરત આવું એટલે આપી દઉ. આમ કહીને બે થી ત્રણ દિવસ છતાં પણ મોબાઇલ પરત આપ્યો ન હતો. અને મહિલાને બિભત્સ મેસેજ કરતો હતો.