Charchapatra

સુખ અને દુ:ખ એ તો જીવનનો ક્રમ

ભગવતીકુમાર શર્માની ખૂબ સરસ પંક્તિ ‘સુખ અને દુ:ખ બધાને આવે છે, ને કયાં મને એકલાને આવે છે?ને કયાં કશું આવે છે અનુક્રમથી? સુખ અને દુ:ખ ચડતી અને પડતી એ તો જીવનનો ક્રમ છે. ઉપર ગયેલી ચકડોળ નીચે આવવાની જ છે. સુખ અલ્પ થકી ભરેલી જિંદગી! કેટલાક ભૌતિક સગવડોને સુખ માને છે, કેટલાકને મતે પૈસો હોવો એટલે સુખી હોવું તો વળી કેટલાક તંદુરસ્તીને જ સાચું સુખ માને છે. વ્યક્તિ આવેલા સુખ અને દુ:ખને કઇ રીતે લે છે તેના પર બધો આધાર છે.

જાણીતા કવિ મુકેશ જોષી કહે છે કે સાઈકલ પર સુખ અને દુ:ખની ડબલ સવારી, દુ:ખ પાછળ સુખને લેતું આવે. જીવનમાં સુખી થવું તો સહેલું છે, પણ બીજા છે તેના કરતાં વધારે સુખી થવું અઘરું છે. દુ:ખનું પોટલું શીર્ષક હેઠળની વાત – દરેકને લાગ્યું કે ઈશ્વરે મને દુ:ખ વધારે આપ્યું છે તેથી ઈશ્વરે દરેકને કહ્યું કે સૌ એ કાલે પોતપોતાનું દુ:ખ કાગળ પર લખી ચિઠ્ઠી બનાવવી. હવે બધી ચિઠ્ઠી ભેગી કરી દરેકની ચિઠ્ઠી બદલી જવા કહ્યું. દરેકે ઘરે જઇ ચિઠ્ઠી વાંચી જોયું અને ઈશ્વરને કહ્યું કે મને મારું અસલ દુ:ખ પાછું આપી દો. દુ:ખનું તો આવું છે.
સુરત     – વૈશાલી જી. શાહ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top