શું લાગે છે સાહેબ! અર્થતંત્ર પાછું દોડતું થઇ જશે? કે જી.ડી.પી. ખાડે જશે?
કોરોના સંક્રમણ ઘટતાં જ શહેરી મધ્યમ વર્ગની ચર્ચામાં આ પ્રશ્ન મોખરે છે. નવા જમાનામાં આર્થિક પરિબળો કોરોના કરતાં પણ વધારે અસરકારક સાબિત થયાં. માટે જ સંક્રમણ અને મૃત્યુ બન્ને વધુ હોવા છતાં ગયા સમયમાં આખા દેશમાં સાર્વત્રિક લોકડાઉન ન થયું! આર્થિક પ્રવૃત્તિઓ ધીમે ધીમે પણ ચાલુ રાખવામાં આવી, પણ આર્થિક સ્થિતિ ચિંતાજનક તો છે જ! અને નજીકના ભવિષ્યમાં તે સુધરે એમ દેખાતું નથી. આમ તો કોરોના પહેલાં જ ભારતમાં મૂળભૂત આર્થિક પ્રશ્નો ઊભા થવા જ માંડયા હતા, પણ કોરોનાએ તેને વધુ વિકરાળ બનાવ્યા. અધૂરામાં પૂરા વર્તમાન સરકારનું સૌથી નબળું પાસું એ છે કે સરકારને સમજાવી શકે તેવા આર્થિક નિષ્ણાતો નથી. માટે ભારતની આર્થિક નીતિઓ અધિકારીઓ નક્કી કરે છે. સ્પષ્ટ આર્થિક નીતિ ધરાવતો કોઇ આગેવાન નેતા ભારતીય જનતા પાર્ટી પાસે હોય એવું હજુ આપણે અનુભવ્યું નથી. હા, એક સ્પષ્ટતા કે મૂડીવાદી હોય કે સામ્યવાદી હોય કે મિશ્ર અર્થતંત્ર માટે સમજણ હોય એ મુદ્દો નથી. મુદ્દો એ છે કે જે હોય તે સ્પષ્ટ હોય. બાકી અર્થશાસ્ત્રમાં એવું કહેવાય છે કે તમે બે વિદ્વાનોને બોલાવશો તો એ મત ત્રણ આવશે! સરકારી આર્થિક પગલાં મોટે ભાગે સરેરાશ સક્રિય આંકડા આધારિત હોય છે.
જે ભેગા પણ સરકારીતંત્ર દ્વારા થાય છે અને તેના સરેરાશ પણ અધિકારીઓ દ્વારા અપાય છે એટલે સક્રિય સરેરાશમાં સામાન્ય માણસની આર્થિક સ્થિતિ ભાગ્યે જ પ્રતિબિંબિત થાય છે. વળી તમે ઇરાદાપૂર્વક જે તરફનો તર્ક રજૂ કરવો હોય તે કરી શકો છે. એ ટૂંકા ગાળાનું સત્ય છે કે લાંબા ગાળાનું એ કોઇ જોવા બેસતું નથી એટલે જ સરકારી આંકડા અને જાહેરાતો અચંબામાં મૂકે છે. દા.ત. હમણાં જ સમાચાર આવ્યા કે ભારતનું વિદેશી હુંડિયામણ ભંડોળ 600 અબજ ડોલરને પાર કરી ગયું છે. આ આંકડો ઐતિહાસિક છે. પણ સામાન્ય માણસને એ ખબર નથી કે આ વિદેશી હુંડિયામણ આપણી કમાણી નથી. એ વિદેશી મૂડી અહીં રોકાણ માટે આવી છે. પહેલાં ભારતમાં ખાનગી વિદેશી સીધા મૂડીરોકાણની છૂટ જ ન હતી. માટે આપણે વિદેશમાં જે વસ્તુઓ વેચીએ કે વિદેશમાંથી જે દાન મળે એવા બે ત્રણ રસ્તે જ વિદેશી હુંડિયામણ આપણને મળતું. હવે તો વિદેશી રોકાણકારો અહીં ઉદ્યોગ-ધંધા-શેરબજાર બધે રોકાણ કરે છે. માટે આ 600 અબજ ભંડોળ થયું છે. આ કમાણી નથી. આ પાછું પણ જઇ શકે છે. જેમ કોરોનામાં સ્ટિરોઇડની આડઅસર અનુભવી તેમ આ વિદેશી મૂડી રૂપી સ્ટિરોઇડની પણ આડઅસરો થઇ શકે છે!
હમણાં એક બીજા સમાચાર પણ આવ્યા કે કોરોનાકાળમાં મીની લોકડાઉનમાં જી.એસ.ટી. કલેકશન લાખ કરોડને પાર થયું! આ સમાચાર નવાઈ પમાડે તેવા છે. જી.એસ.ટી. એ વસ્તુ અને સેવાના વેચાણ પર લાગતો ટેક્ષ છે. જો ફિલ્મો બંધ છે. સામાજિક, ધાર્મિક પ્રસંગો બંધ છે. બજારો અંશત: ખુલ્લાં છે. આર્થિક પ્રવૃત્તિઓ અડધોઅડધ થઇ છે તો જી.એસ.ટી. આટલો આવ્યો કયાંથી? વાત એમ છે કે જી.એસ.ટી.ના દરેક સર્કલમાં અધિકારીઓએ સૌને ગયા વર્ષના જી.એસ.ટી. કલેકશનના વીસ ટકા જેટલો ટેક્ષ એડવાન્સ ભરી દેવાના ટાર્ગેટ આપ્યા છે. માટે હાલમાં જે કલેકશન છે તે રીયલ નથી એડવાન્સ છે. આ આવક આવનારા સમયમાં બાદ આપવાની છે. એટલે હાલમાં જે જી.એસ.ટી. કલેક્શન સામે આવ્યું છે તેમાં ખરેખર તો 70 ટકા જ છે એમ માની શકાય! અને જી.ડી.પી. નો આધાર લઈને અર્થતંત્રનું માપ કાઢનારા સામી સ્થિતિ સમજી શકવાના નથી. કારણ કે બે વિરોધી બાબતો સમજી-સાંભળીને યોગ્ય નિર્ણય કરવાનું તેમને ફાવશે નહિં જેમ કે લૉકડાઉનમાં આવકો ઘટી છે. પણ સંપત્તિ ઘટી નથી. ઉલટાની આવકની અસમાનતા વધુ વધી છે.
ઓનલાઈન ધંધા વેપાર-બેંકીંગ-નાના વ્યવહાર વધ્યા છે. એટલે નાના વેપારી, નાના વ્યવસાયિકો હેરાન થયા છે. અર્થતંત્રમાં મોજશોખ અને દેખાડાના ખર્ચા સંપત્તિવાન લોકો કરે છે. લોકડાઉનના કારણે તેમના ખર્ચ ઘટયા છે. સામાન્ય માણસના જીવનજરૂરિયાતના ખર્ચા વધ્યા છે. ઘરે બેઠા ધંધો કરનારા, ઓનલાઈન ધંધો કરનારા, સરકારી નોકરિયાતો પોતાની આવક જાળવી શકયા છે. જયારે લોકડાઉનમાં ખાનગી ક્ષેત્રની રોજગારીને મોટો ફટકો પડયો છે. જયાં રોજગારી ચાલુ રહી ત્યાં પગારો અડધા થયા છે. સરકારને રાહતખર્ચ વધ્યો છે, પણ પેટ્રોલ-ડીઝલમાં કરકમાણી દ્વારા તેણે પોતાની સ્થિતિ ટકાવી છે. સરકારને રાષ્ટ્રિય સંપત્તિ બચી છે.પર્વતો ઓછો ખોદાયા, નદીનાં પાણી ઓછાં પ્રદૂષિત થયાં, જંગલો ઓછાં ખોદાયાં. જો કે પ્રદૂષણ અને પર્યાવરણમાં ફાયદો થાય છે તે ઘણા આધુનિક આર્થશાસ્ત્રીને મન મહત્ત્વનો જ નથી!
એક બાબત બહુ વિચિત્ર બની છે તે કે વસ્તુ બજારમાં ખોટ ગઇ છે. જયારે સેવા ખાસ તો પાયાની અને સામુહિક સેવામાં ખૂબ નફો થયો છે અને આરોગ્યમાં ખૂબ આવક થઇ છે. ઘણી સેલ્ફ ફાયનાન્સ સ્કૂલ કોલેજો અને ઘણી હોસ્પિટલો આ બે વરસમાં જ કમાઈ છે. નુકસાન થયું છે માત્ર સામાન્ય માણસને. તેના શિક્ષણ-આરોગ્યનો ખર્ચ વધી ગયો છે. વાહન વ્યવહાર ખર્ચ વધી ગયો છે અને વેતન-રોજગારી અનિશ્ચિત થઇ ગયા છે. -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
શું લાગે છે સાહેબ! અર્થતંત્ર પાછું દોડતું થઇ જશે? કે જી.ડી.પી. ખાડે જશે?
કોરોના સંક્રમણ ઘટતાં જ શહેરી મધ્યમ વર્ગની ચર્ચામાં આ પ્રશ્ન મોખરે છે. નવા જમાનામાં આર્થિક પરિબળો કોરોના કરતાં પણ વધારે અસરકારક સાબિત થયાં. માટે જ સંક્રમણ અને મૃત્યુ બન્ને વધુ હોવા છતાં ગયા સમયમાં આખા દેશમાં સાર્વત્રિક લોકડાઉન ન થયું! આર્થિક પ્રવૃત્તિઓ ધીમે ધીમે પણ ચાલુ રાખવામાં આવી, પણ આર્થિક સ્થિતિ ચિંતાજનક તો છે જ! અને નજીકના ભવિષ્યમાં તે સુધરે એમ દેખાતું નથી. આમ તો કોરોના પહેલાં જ ભારતમાં મૂળભૂત આર્થિક પ્રશ્નો ઊભા થવા જ માંડયા હતા, પણ કોરોનાએ તેને વધુ વિકરાળ બનાવ્યા. અધૂરામાં પૂરા વર્તમાન સરકારનું સૌથી નબળું પાસું એ છે કે સરકારને સમજાવી શકે તેવા આર્થિક નિષ્ણાતો નથી. માટે ભારતની આર્થિક નીતિઓ અધિકારીઓ નક્કી કરે છે. સ્પષ્ટ આર્થિક નીતિ ધરાવતો કોઇ આગેવાન નેતા ભારતીય જનતા પાર્ટી પાસે હોય એવું હજુ આપણે અનુભવ્યું નથી. હા, એક સ્પષ્ટતા કે મૂડીવાદી હોય કે સામ્યવાદી હોય કે મિશ્ર અર્થતંત્ર માટે સમજણ હોય એ મુદ્દો નથી. મુદ્દો એ છે કે જે હોય તે સ્પષ્ટ હોય. બાકી અર્થશાસ્ત્રમાં એવું કહેવાય છે કે તમે બે વિદ્વાનોને બોલાવશો તો એ મત ત્રણ આવશે! સરકારી આર્થિક પગલાં મોટે ભાગે સરેરાશ સક્રિય આંકડા આધારિત હોય છે.
જે ભેગા પણ સરકારીતંત્ર દ્વારા થાય છે અને તેના સરેરાશ પણ અધિકારીઓ દ્વારા અપાય છે એટલે સક્રિય સરેરાશમાં સામાન્ય માણસની આર્થિક સ્થિતિ ભાગ્યે જ પ્રતિબિંબિત થાય છે. વળી તમે ઇરાદાપૂર્વક જે તરફનો તર્ક રજૂ કરવો હોય તે કરી શકો છે. એ ટૂંકા ગાળાનું સત્ય છે કે લાંબા ગાળાનું એ કોઇ જોવા બેસતું નથી એટલે જ સરકારી આંકડા અને જાહેરાતો અચંબામાં મૂકે છે. દા.ત. હમણાં જ સમાચાર આવ્યા કે ભારતનું વિદેશી હુંડિયામણ ભંડોળ 600 અબજ ડોલરને પાર કરી ગયું છે. આ આંકડો ઐતિહાસિક છે. પણ સામાન્ય માણસને એ ખબર નથી કે આ વિદેશી હુંડિયામણ આપણી કમાણી નથી. એ વિદેશી મૂડી અહીં રોકાણ માટે આવી છે. પહેલાં ભારતમાં ખાનગી વિદેશી સીધા મૂડીરોકાણની છૂટ જ ન હતી. માટે આપણે વિદેશમાં જે વસ્તુઓ વેચીએ કે વિદેશમાંથી જે દાન મળે એવા બે ત્રણ રસ્તે જ વિદેશી હુંડિયામણ આપણને મળતું. હવે તો વિદેશી રોકાણકારો અહીં ઉદ્યોગ-ધંધા-શેરબજાર બધે રોકાણ કરે છે. માટે આ 600 અબજ ભંડોળ થયું છે. આ કમાણી નથી. આ પાછું પણ જઇ શકે છે. જેમ કોરોનામાં સ્ટિરોઇડની આડઅસર અનુભવી તેમ આ વિદેશી મૂડી રૂપી સ્ટિરોઇડની પણ આડઅસરો થઇ શકે છે!
હમણાં એક બીજા સમાચાર પણ આવ્યા કે કોરોનાકાળમાં મીની લોકડાઉનમાં જી.એસ.ટી. કલેકશન લાખ કરોડને પાર થયું! આ સમાચાર નવાઈ પમાડે તેવા છે. જી.એસ.ટી. એ વસ્તુ અને સેવાના વેચાણ પર લાગતો ટેક્ષ છે. જો ફિલ્મો બંધ છે. સામાજિક, ધાર્મિક પ્રસંગો બંધ છે. બજારો અંશત: ખુલ્લાં છે. આર્થિક પ્રવૃત્તિઓ અડધોઅડધ થઇ છે તો જી.એસ.ટી. આટલો આવ્યો કયાંથી? વાત એમ છે કે જી.એસ.ટી.ના દરેક સર્કલમાં અધિકારીઓએ સૌને ગયા વર્ષના જી.એસ.ટી. કલેકશનના વીસ ટકા જેટલો ટેક્ષ એડવાન્સ ભરી દેવાના ટાર્ગેટ આપ્યા છે. માટે હાલમાં જે કલેકશન છે તે રીયલ નથી એડવાન્સ છે. આ આવક આવનારા સમયમાં બાદ આપવાની છે. એટલે હાલમાં જે જી.એસ.ટી. કલેક્શન સામે આવ્યું છે તેમાં ખરેખર તો 70 ટકા જ છે એમ માની શકાય! અને જી.ડી.પી. નો આધાર લઈને અર્થતંત્રનું માપ કાઢનારા સામી સ્થિતિ સમજી શકવાના નથી. કારણ કે બે વિરોધી બાબતો સમજી-સાંભળીને યોગ્ય નિર્ણય કરવાનું તેમને ફાવશે નહિં જેમ કે લૉકડાઉનમાં આવકો ઘટી છે. પણ સંપત્તિ ઘટી નથી. ઉલટાની આવકની અસમાનતા વધુ વધી છે.
ઓનલાઈન ધંધા વેપાર-બેંકીંગ-નાના વ્યવહાર વધ્યા છે. એટલે નાના વેપારી, નાના વ્યવસાયિકો હેરાન થયા છે. અર્થતંત્રમાં મોજશોખ અને દેખાડાના ખર્ચા સંપત્તિવાન લોકો કરે છે. લોકડાઉનના કારણે તેમના ખર્ચ ઘટયા છે. સામાન્ય માણસના જીવનજરૂરિયાતના ખર્ચા વધ્યા છે. ઘરે બેઠા ધંધો કરનારા, ઓનલાઈન ધંધો કરનારા, સરકારી નોકરિયાતો પોતાની આવક જાળવી શકયા છે. જયારે લોકડાઉનમાં ખાનગી ક્ષેત્રની રોજગારીને મોટો ફટકો પડયો છે. જયાં રોજગારી ચાલુ રહી ત્યાં પગારો અડધા થયા છે. સરકારને રાહતખર્ચ વધ્યો છે, પણ પેટ્રોલ-ડીઝલમાં કરકમાણી દ્વારા તેણે પોતાની સ્થિતિ ટકાવી છે. સરકારને રાષ્ટ્રિય સંપત્તિ બચી છે.પર્વતો ઓછો ખોદાયા, નદીનાં પાણી ઓછાં પ્રદૂષિત થયાં, જંગલો ઓછાં ખોદાયાં. જો કે પ્રદૂષણ અને પર્યાવરણમાં ફાયદો થાય છે તે ઘણા આધુનિક આર્થશાસ્ત્રીને મન મહત્ત્વનો જ નથી!
એક બાબત બહુ વિચિત્ર બની છે તે કે વસ્તુ બજારમાં ખોટ ગઇ છે. જયારે સેવા ખાસ તો પાયાની અને સામુહિક સેવામાં ખૂબ નફો થયો છે અને આરોગ્યમાં ખૂબ આવક થઇ છે. ઘણી સેલ્ફ ફાયનાન્સ સ્કૂલ કોલેજો અને ઘણી હોસ્પિટલો આ બે વરસમાં જ કમાઈ છે. નુકસાન થયું છે માત્ર સામાન્ય માણસને. તેના શિક્ષણ-આરોગ્યનો ખર્ચ વધી ગયો છે. વાહન વ્યવહાર ખર્ચ વધી ગયો છે અને વેતન-રોજગારી અનિશ્ચિત થઇ ગયા છે.
-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.