સુરત: ભારતના દક્ષિણના તેલગણામાં અને ગુજરાતના સુરતમાં એક માત્ર એવું મંદિર છે જ્યાં હનુમાનજી તેમની પત્ની સૂર્વચલા સાથે બિરાજમાન છે. સુરતના ભટાર રોડ ખાતે આવેલા મહલક્ષમી શક્તિપીઠ મંદિરમાં આગામી 22 એપ્રિલે હનુમાનજી અને સૂર્વચલાના વિવાહનું અનોખું આયોજન કરવામાં આવ્યું છે.
અહીં બીજા અનેકો ધાર્મિક કાર્યક્રમો પણ આયોજિત કરાયા છે.મંદિરના મહંત ભારતમુનિ ભરતીએ કાર્યક્રમની માહિતી આપતા કહ્યું હતું કે, હનુમાનજીના તેમની પત્ની સાથેના સ્વરુપના દર્શન કરવાથી પારિવારિક સ્થિરતા શુખ શાંતિ ઉપજે છે અને જેમના લગ્નનમાં વિઘ્નો આવતા હોય અને તેવા કુંવારા, કુંવારીકાઓના લગ્ન થઇ જાય છે.
તેથી લોકો શ્રદ્ધા પૂર્વક અહીં દર્શનાર્થે આવે છે.22મી એપ્રિલે અહીં યોજાનારા ધાર્મિક કાર્યક્રમ વહેલી સવારે 5કલાકે શરુ થશે અને આખો દિવસ ચાલશે. સાંજે ભંડારનું પણ વિશેષ આયોજન કરાશે. કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી અને હિન્દૂ સંઘઠનના આગેવનો પણ ઉપસ્થિત રહેશે.
પારાસર શાસ્ત્રમાં હનુમાનજીના પત્નિનો ઉલ્લેખ છે
મહલક્ષમી શક્તિપીઢના મહંત ભારતમુનિ ભરતીએ જણાવ્યું હતું કે હનુમાનજી ‘અષ્ટ સિદ્ધિ નવનિધિ’ના દાતા છે. તેઓ જયારે આ સિદ્ધિઓ હાસિલ કરી રહ્યા હતા તે વખતે તેમના ગુરુ સૂર્ય દેવ હતા. હનુમાને પાંચ સિદ્ધિ મેળવ્યા બાદ ગુરુએ આગળની સિદ્ધિ વિવાહિતને શીખવશે તેવું કહ્યું હતું. તપસ્વી હનુમાનનેઆગળની સિદ્ધિ આપવા માટે સૂર્યદેવે તેમની જ તપસ્વી દીકરી સૂર્યવલા સાથે તેમના વિવાહ સંપન્ન કરાવ્યા હતા. જેનો ઉલ્લેખ પારાસર સહિતમાં કરવામાં આવ્યો છે.