સિંગવડ: સિંગવડ તાલુકાના મોટાભાગના ગામોમાં પાણી પુરવઠા તથા પંચાયતના હેડ પંપો બંધ હોવાથી લોકોને પીવાના પાણી તથા ઘરવપરાશના પાણી માટે વલખા મારવા નો વારો આવ્યો છે જ્યારે ઘણા ગામોમાં પાણી માટે લોકોને ઘણી દૂર દૂર જઈ પાણી ભરવા જવું પડતું હોય છે જ્યારે હેડ પંપ બગડી ગયેલો હોય તેના માટે વારંવાર રજૂઆતો કરવા છતાં હેડપંપઓ આજદિન સુધી સુધારવામાં નહીં આવતા લોકોને તકલીફનો સામનો કરવો પડતો હોય છે જ્યારે ગાંધીનગર કંટ્રોલરૂમ માં પણ હેડપંપ બગડી ગયો હોવાનું નોંધાવવા છતાં સુધારવામાં નહીં આવતા લોકોને પારાવાર પાણી વગર તકલીફ પડતી હોય છે જ્યારે ઘણા કુવાઓમાં પાણી પણ સુકાઈ ગયું હોવા છતાં હેડ પંપ પર નિર્ભર રહેવું પડતું હોય છે પરંતુ જો હેડ પંપ જ બંધ રહેતા હોય તો પછી લોકોને પાણી માટે વેખલા મારવા પડતા હોય છે જ્યારે પશુઓ માટે તો પાણી ક્યાંથી લાવું વિચારવા જેવી બાબત છે જ્યારે લોકો દ્વારા તાલુકા પંચાયત તથા પાણી પુરવઠામાં પણ વારંવાર રજૂઆત કરવા છતાં આજ દિન સુધી હેડપંપો સુધારવામાં નહીં આવતા લોકોને પાણી વગર ભર ઉનાળે વેખલા મારવાનો વારો આવ્યો છે જો સરકારી તંત્રમાં આવી પોલંપોલ ચાલતી હોય તો આ હેડપંપ માટે કોને રજૂઆત કરવી તે ચર્ચાનો વિષય બનવા પામ્યો છે.
સિંગવડના ગામોમાં ભર ઉનાળે હેન્ડ પંપો બંધ રહેતા લોકોને હાલાકી
By
Posted on