Madhya Gujarat

સિંગવડ તાલુકામાં ઉનાળે હેંડ પંપો બંધ, પીવાના
પાણી માટે વલખા મારતા લોકો અને પશુઓ

સિંગવડ: સિંગવડ તાલુકામાં ભર ઉનાળે હેડ પંપો બંધ રહેતા પાણી પીવા માટે વલખા મારતા લોકો અને પશુઓ  સીંગવડ તાલુકાના મલેકપુર બસ સ્ટેશન નજીક મનસુખ કુલાના ઘર પાસે બસ સ્ટેશન આવેલ હોય ત્યાં બસમાં બેસવા માટે પેસેન્જરો આવીને બેસતા હોય છે ત્યાં હેંડ પંપ  ચારથી પાંચ મહિનાથી બંધ હાલતમાં હોય તેને રિપેર કરાવવા માટે 1916 નંબર ગાંધીનગર કમ્પ્લેન  વારંવાર કરવામાં આવ્યા છતાં  આજદિન સુધી તેને રિપેર કરવામાં નહીં આવતા પેસેન્જરોને ભર ઉનાળે પીવાના પાણી માટે વેખલા મારવાનો વારો આવ્યો છે.

જ્યારે મલેકપુર ગામે 10 થી 15 હેડ પંપ બંધ હાલતમાં હોય તેના માટે પણ ગાંધીનગર કમ્પ્લેન નંબર  1916 પર વારંવાર કરવામાં આવ્યા છતાં આજદિન સુધી આ હેડ પંપ રીપેર કરવામાં નહીં આવતા પીવાના પાણી માટે લોકો તથા પશુઓ ને તકલીફ  ઉઠાવી પડતી હોય છે જો આ કમ્પ્લેન નંબર આપ્યા પછી કમ્પ્લેન નંબર પર રિપેર કરવા માટે જાણ કરવામાં આવે છે પરંતુ તેનાથી પણ રીપેર નહી થતા આ કમ્પ્લેન નંબર નું શું મતલબ એક ચર્ચાનો વિષય બનવા પામ્યો છે જ્યારે આ મલેકપુર ગામે બસ સ્ટેશન આવેલ હોય અને ત્યાં પેસેન્જરોને પીવાના પાણી માટે તકલીફ પડતી હોય તો હેડ  પંપ ચાલુ કરવામાં આવે તો પેસેન્જરોને પીવાના પાણીની માટે તકલીફઓ નહીં ઉઠાવી પડે.

જ્યારે ઘણા જૂના હેડપંપ હોય તેમાં પાઈપો નાખેલી કાટ ખાઇ જતાં નવી પાઇપ લાઇન નાખવામાં આવે તો પાણી આવે પરંતુ હેડપંપ રિપેર કરવાવાળા કટાયેલી પાઇપો લઇ જાય છે પરંતુ નવી પાઈપ નહીં નાખતા હોવાના કારણે પાણી પણ નહીં આવતા પીવાના પાણી માટે લોકોને તકલીફ ઉઠાવી પડતી હોય છે જ્યારે સરકાર દ્વારા જલ સેનલ ની યોજના ચાલુ કરવામાં આવી છે તે પણ હજુ સુધી ચાલુ નહીં કરવામાં આવતા  જલસે નળનો યોજનાનો લાભ ચોમાસામાં મળશે તેમ લાગી રહ્યું છે જ્યારે ચોમાસામાં પાણી આવી જશે ત્યારે તેનું શું મતલબ તેમ લોકોમાં ચર્ચાનો વિષય બનવા પામ્યો છે જો આ જળ સે નલનો કનેક્શન ફટાફટ કરીને તેમાં પણ પાણી આપવામાં આવે તો ગામડાની પ્રજાને જલ સેનલ  માં પાણી આવે તો પણ કામ લાગે તેમ છે પરંતુ જલ સેનલ યોજના પણ ધીમી ગતિથી ચાલતું હોવાના લીધે ચોમાસુ લાવી દેશે તેમ લાગી રહ્યું છે.

Most Popular

To Top