વડોદરા: શોલે ફિલ્મમા અભિનેતા અસરાની જેલરના રોલમા સુરંગ પકડાતા “ હમારે જેલ મે સુરંગ “ ડાયલોગ આજે પણ મશુહર છે. આવોજ બનાવ વડોદરા મા બન્યો છે. અહીંયા સુરંગ નહીં પણ જેલર ની ઓફિસ સુધી એક મગર પહોંચી જતા શોલે નો ડાયલોગ યાદ આવી જાય તેવી ઘટના બની હતી કે “હમારી જેલ મે મગર “ સામાન્ય રીતે રહેણાંક વિસ્તારોમાં મગરો ઘૂસી ગયાના સમાચાર સામે આવતા હોય છે, પરંતુ પહેલીવાર એવા સામાચાર સામે આવ્યા છે જેમાં વડોદરા સેન્ટ્રલ જેલમાં મગર ઘૂસી ગયો હોય. ગત રાજ્ઞે 12.30 વાગ્યે વાઈલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટને વડોદરા સેન્ટ્રલ જેલમાંથી ફોન આવ્યો હતો કે, સેન્ટ્રલ જેલની અંદર એક મગર આવી ગયો છે.
આ કોલ મળતાની સાથે જ સંસ્થાના કાર્યકર ફરદીન પઠાણ અને વડોદરા વન વિભાગના રેસ્ક્યુઅર નીતિન પટેલ જેલમાં પહોંચ્યા હતા. કાર્યકરો અને વન વિભાગની ટીમે પહોંચીને જોતા બે ફૂટનો મગર સેન્ટ્રલ જેલની ઓફિસમાં જોવા મળ્યો હતો. આ મગરને અડધો કલાકની ભારે જહેમત બાદ સહી સલામત રીતે રેસ્ક્યુ કરી વડોદરા વન વિભાગના સેસ્ક્યુ સેન્ટર પર લઇ જવામાં આવ્યો હતો. વાઈલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટના પ્રમુખ અરવિંદ પવારે જણાવ્યું હતું કે, અમારી ટીમને કોલ મળતા જ અમે વડોદરા સેન્ટ્રલ જેલમાં પહોંચી ગયા હતા અને મગરના બચ્ચાનું રેસ્ક્યુ કરી વિભાગમાં સોંપવામાં આવ્યો હતો.