દાહોદ: દેવગઢબારિયા નગરના શાન તેવા ઐતિહાસિક ટાવર ઉપર આકાશી વીજળી પડતાં ટાવરનો અડધો મુંગટ ધરાશય જાનહાની ટળી બે વાહનોને નુકસાન નગરજનો ને જાણ થતાં ટાવર જોવા લોકોના ટોળા ઉમટ્યા. દેવગઢબારિયા નગરમાં સવારે આઠ વાગ્યાના અરસામાં ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો હતો અને ધોધમાર વરસાદના કારણે નગરમાં જાણે અંધારપટ જેવું વાતાવરણ થઈ ગયુ હતું ત્યારે મોટા અવાજે ગાજવીજ થતા અને વીજળીના કડાકા થતા તેવામાં સવારના સાડા નવ વાગ્યાના અરસામાં આકાશી વીજળી નગરમાં ઐતિહાસિક ટાવર ઉપર પડતા ટાવરની ઉપરનો અને ટાવર નો મુગટ કહેવાય તેની ઉપર આકાશી વીજળી પડતા ટાવરનો જાણે અડધો મુંગટ તૂટી પડયો હતો ત્યારે અચાનક આકાશી વીજળી પડવાથી ટાવર નો મુગટ નીચે પડતા લોકોમાં નાસભાગ મચી જવા પામી હતી બે વાહનોને પણ નુકસાન થવા પામ્યું હતું જયારે મોટા અવાજના વીજળીના કડાકાથી ભયનો માહોલ સર્જાયો હતો ત્યારે આ આકાશી વીજળી ટાવર ઉપર પડી હોવાની વાત વાયુવેગે પ્રસરતા નગરજનો મોટી સંખ્યામાં ટાવરને જોવા માટે ઉમટી પડ્યા હતા.
દેવગઢ બારીઆમાં ટાવર ઉપર વીજળી પડતા અડધો મુગટ ધરાશાયી
By
Posted on