આવતા નાણાકીય વર્ષ માટેની એચ-વનબી વિઝા માટેની અરજીઓ નોંધવાની પ્રક્રિયા પહેલી માર્ચથી શરૂ થશે અને સફળ અરજદારો એક કોમ્પ્યુટરાઇઝ્ડ લોટરી ડ્રો દ્વારા જાહેર કરવામાં આવશે જેમની જાહેરાત ૩૧ માર્ચ સુધીમાં કરવામાં આવશે એમ એક ફેડરલ એજન્સીને જાહેર કર્યું હતું.
યુએસ સિટિઝનશીપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસીઝ(યુએસસીઆઇએસ)નું જાહેરનામુ ગઇકાલે એના એક દિવસ પછી આવ્યું હતું જ્યારે બિડેન પ્રશાસને જાહેર કર્યું હતું કે વિદેશી કામદારો માટે જેની ઘણી માગ છે તેવા આ પરંપરાગત લોટરી સિસ્ટમ હાલમાં ચાલુ રાખવામાં આવશે અને ટ્રમ્પ પ્રશાસન દ્વારા રજૂ કરવામાં આવેલ નવી પગાર આધારિત નીતિનો અમલ હાલ તેની ચકાસણી વગેરે કારણોસર અટકાવવામાં આવ્યો છે.
આ એજન્સીએ જાહેર કર્યું હતું કે નાણાકીય વર્ષ ૨૦૨૨ માટેની નોંધણીનો પ્રાથમિક નોંધણી સમય ઇસ્ટર્ન સમય પ્રમાણે ૧ માર્ચે બપોરે શરૂ થશે અને ૨પ માર્ચની બપોર સુધી ચાલુ રહેશે. એજન્સીએ જણાવ્્યુ હતું કે જો ૨૫ માર્ચ સુધીમાં તેને પુરતી અરજીઓ મળી જશે તો તે નોંધણીઓની રેન્ડમ પસંદગી કરશે અને ૩૧ માર્ચસુધી પસંદગીનું જાહેરનામુ બહાર પાડશે.સફળ અરજદારો તેમની નવી જોબમાં ૧ ઓકટોબરે જોડાઇ શકશે જ્યારે અમેરિકાનું નાણાકીય વર્ષ શરૂ થાય છે.